શટર નીચે ખાડો કરી
3.87
લાખનો ચણાનો
જથ્થો ઉપાડી જતા પોલીસ તપાસનો ધમધમાટ
બોટાદ,તા.7
: બોટાદમાં સાળંગપુર રોડ પર આવેલા ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશન (ઋજઠઈ)ના સરકારી
ગોડાઉનમાં સંગ્રહિત ટેકાના ભાવે ખરીદાયેલા ચણાના જથ્થામાંથી રૂ.3.87 લાખની કિંમતની
120 બોરીઓની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા
શખ્સો સામે ગુનો નોંધવામાં
આવ્યો
છે.
જાણવા
મળતી વિગત મુજબ બોટાદના સહકારનગર સોસાયટીમાં રહેતા અને ઋજઠઈમાં કરાર આધારિત મેનેજર
તરીકે ફરજ બજાવતા કિશોરચંદ્ર કાંતિભાઈ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ગોડાઉન
નં.5માં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલા ચણાની કુલ 22160 બોરીઓ સંગ્રહિત
કરવામાં આવી હતી. ચણાને સુરક્ષિત રાખવા ફ્યુમિગેશન પ્રક્રિયા પૂર્ણ કરી ગોડાઉન તાળાબંધ
કરવામાં આવ્યું હતું. તા. 28 મેના રોજ ગોડાઉનના કર્મચારીઓએ ચાકિંગ દરમિયાન પાછળના શટર
નીચે ખાડો ખોદી અંદરથી નટ-બોલ્ટ ખોલી શટર ઊંચું કરાયેલું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ત્યારબાદ
ગણતરી કરતા ટ્રેક નં.1 માંથી 41 અને ટ્રેક નં. 2 માંથી 79 બોરી મળી કુલ 120 ચણાની બોરીઓ
ગાયબ હોવાનું સામે આવ્યું હતું. દરેક બોરીમાં 50 કિલો ચણા ભરેલા હતા અને કુલ નુકસાન
રૂ. 3,87,750 થતું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ
બોટાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ
ધરી છે.