• સોમવાર, 08 જૂન, 2026

જામનગરમાં શેરમાર્કેટના નામે 25.86 લાખની સાયબર છેતરાપિંડી

રાજસ્થાનથી એક આરોપી ઝડપાયો

જામનગર,તા.7:જામનગરના એક નાગરિકને ઇન્સ્ટાગ્રામ મારફતે સાયબર ઠગોની ગેંગે શેરમાર્કેટમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 25,86,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આર્થિક છેતરાપિંડી આચરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયા બાદ, પી.એસ.આઈ. એચ. કે. ઝાલાની ટીમે ટેક્નિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી હતી . પોલીસે આ ગુનામાં સંડોવાયેલી ગેંગના એક આરોપી રવી રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉંમર 27 વર્ષ, રહે. રાજસમંદ, રાજસ્થાન)ને તેના વતનમાંથી ઝડપી પાડી, પી.આઈ. આર. જી. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે

આ બનાવને પગલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર શેરમાર્કેટ કે વધુ નફાની લાલચ આપતી જાહેરાતો અને અજાણી લિંક્સથી સાવચેત રહેવા અપીલ કરી છે બાંકિંગ, યૂ.પી.આઈ. અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન વાપરવા તેમજ કોઈની પણ સાથે ઓ.ટી.પી. કે કાર્ડની વિગતો શેર ન કરવા જણાવ્યું છે . જો કોઈ વ્યક્તિ આવી ઓનલાઈન આર્થિક છેતરાપિંડીનો ભોગ બને તો તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક