• સોમવાર, 08 જૂન, 2026

ભારતીયો વિરોધી પોસ્ટ નહીં ચાલે : સિંગાપુર આકરાં પાણીએ યુટયૂબ અને એક્સને ભારતીય વિરોધી સામગ્રી હટાવવા

નિર્દેશ : ચીની હરકતો નિશાને

નવી દિલ્હી, તા. 7 : સિંગાપુર સરકાર દ્વારા સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર ભારતીય સમુદાય વિરોધી સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સરકારે ઓનલાઇન ક્રિમિનલ હાર્મ્સ એક્ટનો ઉપયોગ કરીને યુટયૂબ, ફેસબુક અને એક્સને નિર્દેશ આપ્યો છે કે ભારતીય સમુદાયના વિરોધમાં ચાલી રહેલી પોસ્ટસ અને વીડિયોને તાકીદે હટાવવામાં આવે. આટલું જ નહીં આગળ પણ આવી સામગ્રી ઉપર નજર રાખવા નિર્દેશ આપ્યો હતો. સત્તાવાર સૂત્રો અનુસાર ભારતીય સમુદાય સામેની પોસ્ટ ચીનથી આવી હતી, ચીની પ્લેટફોર્મ મારફતે સિંગાપુરના સોશિયલ મીડિયામાં આવી સામગ્રી ફરવા લાગી હતી.

સિંગાપુર સરકારે આવી ગતિવિધિને દેશની એકતાને કમજોર કરવાનો એક અમાનવીય પ્રયાસ ગણાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગાપુરમાં રહેલા ભારતીય સમુદાય વિરુદ્ધ સ્થાનિક લોકોની ભાવનાઓને ભડકાવવા માટે સતત ઓનલાઇન સામગ્રી પોસ્ટ કરવામાં આવી રહી હતી. ચીનના સોશિયલ મીડિયામાં આવી સામગ્રી અને વીડિયો સામે આવી રહ્યા હતા. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે સિંગાપુરમાં ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે તેમજ હિંદુ ધર્મ સિંગાપુર ઉપર હાવી થઈ રહ્યો છે. ચીની સોશિયલ મીડિયામાંથી સામે આવી રહેલી ભારતીય વિરોધી પોસ્ટને સિંગાપુરની સરકારે ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક