• સોમવાર, 08 જૂન, 2026

સરહદ વિવાદમાં નરમ પડયું નેપાળ

ભારત પહોંચેલા નેપાળી વિદેશમંત્રીએ કહ્યું, ભારત સાથે સારા સંબંધ અને ખુલ્લા મનથી વાતચીતની ઈચ્છા

નવી દિલ્હી, તા. 7 : ભારત સાથે સરહદ વિવાદ મુદ્દે નેપાળના વડા પ્રધાન બાલેન શાહની ટિપ્પણી બાદ હવે નેપાળ નરમ પડી રહ્યું છે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે ભારતની તાકાતને માનતા કહ્યું હતું કે ભારત એક મોટી ટેક્નીકલ અને આર્થિક શક્તિના રૂપમાં ઉભર્યું છે. નેપાળ ભારત સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત મારફતે જ સરહદ વિવાદનો ઉકેલ ઈચ્છે છે.

ભારત પ્રવાસે આવેલા ખનાલે કહ્યું હતું કે જ્યારે પણ સરહદ તરફ નજર કરવામાં આવે છે ત્યારે ભારત એક આર્થિક મહાશક્તિ તરીકે નજર આવે છે. ભારતે વૈશ્વિક સ્તરે પોતાને સાબિત કર્યું છે અને અર્થવ્યવસ્થા મામલે મજબૂત બન્યું છે. નેપાળની નવી સરકાર કોઈપણ દ્રષ્ટિએ ભારતને વિરોધી માનતી નથી. ખનાલે હ્યું હતું કે તેઓ ભુતકાળના મુદ્દે બંધાયેલા રહેવા માગતા નથી પણ ભારત સાથે પરસ્પર લાભકારી સંબંધ ઈચ્છે છે. ભારત સાથે સરહદ મુદ્દાને ખુલ્લા મન અને દ્વિપક્ષીય માળખા હેઠળ ઉકેલવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ખનાલ અને ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર વચ્ચે એક દિવસ પહેલા જ વાતચીત થઈ હતી. ખનાલ ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન કહ્યું હતું કે જ્યારે ખુલ્લા મનથી સાથે બેસવામાં આવશે તો તમામ મુદ્દા સાફ થઈ જશે. એવી કોઈપણ બાબત નથી, જેનો ઉકેલ ન આવી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક