• રવિવાર, 07 જૂન, 2026

હાર્દિક અને ગિલની બાદબાકી કેમ ? અગરકરે આપ્યો જવાબ

તિલક વર્માને ઉપકેપ્ટન બનાવવાનું રહસ્ય પણ ખોલ્યું

નવી દિલ્હી, તા. 6 : ટી20માં હાર્દિક પંડયાનું નામ ન હોવાથી સતત સવાલ ઉઠી રહ્યા હતા. જેના ઉપર મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સાફ કર્યું હતું કે, હાર્દિકને બહાર કરવામાં આવ્યો નથી પણ તેના વર્કલોડને મેનેજ કરવામાં આવી રહ્યો છે. હાર્દિક વનડે ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. 2027ના વનડે વિશ્વકપ પહેલા બુમરાહની સાથે હાર્દિક સ્વસ્થ અને ફીટ રહે તે મુખ્ય હેતુ છે. આ કારણે હાર્દિકના  શરીર ઉપર વધારે દબાણ આપવામાં આવી રહ્યું નથી અને નાના ફોર્મેટમાં બ્રેક આપવામાં આવી છે.

શુભમન ગિલ અંગે અજીત  અગરકરે કહ્યું હતું કે કોમ્બિનેશનનાં કારણે ગિલને બહાર બેસવું પડયું છે. શુભમન ગિલ ટી20માં ઉપકેપ્ટન હતો. જો કે સ્ક્વોડમાં બે વિકેટ કીપરને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવતા કોમ્બિનેશનના સમીકરણના કારણગી ગિલ ચૂકી ગયો છે. અગરકરે અક્ષર પટેલ મામલે કહ્યું હતું કે પહેલાં અક્ષર ઉપકેપ્ટન હતો પણ હવે તિલક વર્માને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી તિલક કેપ્ટનશીપ શીખી શકે અને જવાબદારી ઉઠાવવાની તેને તક મળે. પસંદગીકારો આગામી બે વર્ષના ભવિષ્યને ધ્યાને લઈ રહ્યા છે. જેના માટે તિલક વર્માને એક લીડરનાં રૂપમાં તેયાર કરવા માગે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક