• સોમવાર, 20 એપ્રિલ, 2026

આફ્રિકા 2-0થી આગળ : ભારતીય મહિલા ટીમ સામેના બીજા T-20 મેચમાં વિજય

ડરબન, તા.19: ભારતીય મહિલા ટીમ સામેના બીજા ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાનો 17 દડા બાકી રહેતા 8 વિકેટે સરળ વિજય થયો છે. પ મેચની શ્રેણીમાં આફ્રિકાની સરસાઇ 2-0 થઇ છે. ભારતીય મહિલા ટીમના 147 રનના જવાબમાં આફ્રિકાએ 17.1 ઓવરમાં 2 વિકેટે 148 રન કરી જીત મેળવી હતી. આફ્રિકી કેપ્ટન લોરા વુલફાર્ટે પ4 અને સૂન લૂસે પ7 રન કર્યાં હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 106 રનની ભાગીદારી થઇ હતી. બન્ને વિકેટ શ્રેયંકા પાટીલને મળી હતી. અગાઉ ભારતીય મહિલા ટીમ 20 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં શેફાલી વર્માના 38 દડામાં 7 ચોક્કા-2 છક્કાથી પ7 રન સર્વાધિક હતા. આ સિવાય અનુષ્કા શર્માએ 28 રનનું યોગદાન આપ્યું હતું. સ્મૃતિ 12, જેમિમા 2, કપ્તાન હરમનપ્રિત 12, દીપ્તિ 1, ઋચા 3 અને અરૂંધતી 14 રને આઉટ થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક