રાજસ્થાન રોયલ્સ : 20 ઓવર 9/155
કોલકતા
નાઇટ રાઇડર્સ : 19.4 ઓવર 6/161
કોલકતા,
તા.19 : આઇપીએલની 19મી સીઝનમાં ઉપરાઉપરી પ હાર સહન કરનાર કોલકતા નાઇટ રાઇડર્સનો આખરે
આજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રસાકસી પછી 2 દડા બાકી રહેતા 4 વિકેટે રોમાંચક વિજય થયો
હતો. રિંકુ સિંહે ફોર્મ વાપસી કરી ફિનિશરનો રોલ બખૂબી નિભાવ્યો હતો. તે 34 દડામાં પ
ચોક્કા અને 2 છક્કાથી પ3 રને નોટઆઉટ રહ્યો હતો. તેના અને અનુકુલ રોય વચ્ચે સાતમી વિકેટમાં
37 દડામાં 76 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી. રોય 16 દડામાં 1 ચોક્કા-2 છક્કાથી
29 રને અણનમ રહ્યો હતો. રાજસ્થાનના 20 ઓવરમાં 9 વિકેટે 1પપ રનના જવાબમાં કેકેઆરે
19.4 ઓવરમાં 6 વિકેટે 161 રન કરી જીતનો સ્વાદ ચાખ્યો હતો. અગાઉ કેકેઆર તરફથી વરુણ અને
કાર્તિકે 3-3 વિકેટ લીધી હતી.
1પ6
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કેકેઆરે 8પ રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જાડેજાની
ઓવરમાં બર્ગરે રિંકુનો 11 રને લોલીપોપ કેચ ગુમાવ્યો હતો. આ જીવતદાનનો ફાયદો લઇને રિંકુએ
મેચ ફિનિશ કર્યો હતો. સિફર્ટ અને કપ્તાન રહાણે 0-0 સાથે પાછા ફર્યા હતા. રઘુવંશી
10, ગ્રીન 27 અને પોવેલ 23 રને આઉટ થયા હતા. રાજસ્થાન તરફથી જાડેજાએ 3 ઓવરમાં 8 રનમાં
2 વિકેટ લીધી હતી. તેની એક ઓવર બચાવી રાખવી આરઆરના કેપ્ટન રિયાનને મોંઘી પડી હતી.
રાજસ્થાન
તરફથી વૈભવે 28 દડામાં 6 ચોક્કા-2 છક્કાથી 46 અને યશસ્વીએ 39 રન કર્યા હતા. બાકીના
બેટધરો નિષ્ફળ રહ્યા હતા. આથી રાજસ્થાનની ઇનિંગ 9 વિકેટે 1પપ રનના સામાન્ય સ્કોર પર
અટકી ગઈ હતી. વરુણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટ લીધી હતી.