અમદાવાદ, તા.19 : અત્રેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સોમવારે રાત્રે આઇપીએલનો હાઇ-પ્રેશર ધરાવતો મેચ રમાશે. એક તરફ ઇન ફોર્મ અને હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ હશે તો બીજી તરફ આઉટ ઓફ ફોર્મ મુંબઈ ઇન્ડિયન્સ હશે. જે સતત ચાર મેચ ગુમાવી ચૂકી છે. આ મેચમાં મુંબઈ ટીમના સિતારા ખેલાડીઓ પણ વિજયનું દબાણ રહેશે તો ગુજરાત ટાઇટન્સ સામે ઘરેલુ મેદાન પર સફળતાનો પડકાર રહેશે.
શુભમન
ગિલની ટીમ ટાઇટન્સે નબળી શરૂઆત પછી જીતની રફતાર પકડી લીધી છે. સીઝનની શરૂઆત બે હારથી
કરી હતી. હવે 3 જીત સાથે શાનદાર વાપસી કરી લીધી છે. કપ્તાન ગિલ ખુદ શાનદાર બેટિંગ ફોર્મમાં
છે. પાછલા મેચમાં 86 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જો કે પાછલી સીઝનનો ઓરેન્જ કેપ
હોલ્ડર સાઇ સુદર્શન આ સીઝનમાં હજુ સુધી ક્લિક થયો નથી. બટલરની ફોર્મ વાપસી ટાઇટન્સ
માટે સફળ બની રહી છે. તેણે 60, પ2 અને 2પ રનની ઝડપી ઇનિંગ રમી છે. ટાઇટન્સનું બોલિંગ
યુનિટ સિરાજ, પ્રસિદ્ધ અને રાશિદ સારી કામગીરી કરી રહ્યંy છે.
આ
સામે મુંબઈની સ્થિતિ કફોડી છે. સતત ચાર હાર પછી પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ સવાલોમાં
ઘેરાઈ છે. હાર્દિકની કપ્તાની પણ નબળી પૂરવાર થઈ રહી છે. બુમરાહ પ મેચથી વિકેટ વગરનો
છે. સૂર્યકુમાર કે તિલક જેવા સ્ટાર બેટર્સ ઝળક્યા નથી. રિકલટનનો દેખાવ ઉપર-નીચે થયા
કરે છે. ડિ’કોકને સીઝનનો પહેલો મેચ રમવા મળ્યો હતો. તેણે પંજાબ સામે અણનમ સદી ફટકારી
હતી. આમ છતાં સ્કોર બોર્ડ પર મુંબઈનો સ્કોર પાર્યપ્ત હતો નહીં, આથી હાર સહન કરી હતી.
હવે ગુજરાત વિરુદ્ધ વિજય માટે તનતોડ મહેનત કરવી પડશે.