• સોમવાર, 13 એપ્રિલ, 2026

KKRને રાહત : પથિરાના એક-બે દિવસમાં ટીમ સાથે જોડાશે

નવી દિલ્હી, તા.12 : કોલકતા નાઇટ રાઇડર્સ માટે રાહતજનક સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ઝડપી બોલર મથીશા પથિરાનાએ ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરી લીધી છે અને તેને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી આઇપીએલમાં સામેલ થવા માટે લીલી ઝંડી મળી ચૂકી છે. આથી પથિરાના એક-બે દિવસમાં કેકેઆર ટીમ સાથે જોડાશે. જો કે મંગળવારે સીએસકે વિરુદ્ધ રમાનાર મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે. પથિરાનાના સામેલ થવાથી કેકેઆરની નબળી બોલિંગ લાઇનઅપમાં સુધારો થશે. રહાણેની કપ્તાનીમાં કેકેઆર ટીમ ચારમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે. ટીમની સૌથી મોટી નબળાઈ પાવર પ્લે અને ડેથ ઓવર્સમાં ખરાબ બોલિંગ છે કારણ કે હર્ષિત રાણા, આકાશદીપ ઇજાને લીધે બહાર થઈ ગયા છે. બાંગલાદેશી બોલર મુસ્તાફિઝુર વિવાદ બાદ આઇપીએલ બહાર થયો હતો જ્યારે પથિરાના અત્યાર સુધી અનફિટ હતો. હવે તેની વાપસીથી કેકેઆર ટીમને રાહત મળશે. તેને 18 કરોડની મોટી રકમથી ખરીદ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક