ખેલાડીઓને NOC મેળવવા માટે ફિટનેસ ટેસ્ટ આપવા આદેશ કર્યો
કોલંબો,
તા. 21 : શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને કહ્યું છે કે ફ્રેન્ચાઈઝી લીગમાં
રમવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. એસએલસી
દ્વારા કરવામાં આવેલી ઘોષણાની સીધી અસર આઈપીએલ 2026 ઉપર પડશે કારણ કે આવતા અમુક અઠવાડીયામાં
વાનિંદુ હસરંગા, નુવાન તુષારા, મથીશા પથિરાના અને ઈશન મલિંગા જેવા ખેલાડીઓ આઈપીએલ રમવા
પહોંચવાના છે.
દુષ્મંથા
ચમીરા, પથુમ નિસાંકા અને કામિંદુ મેંડિસે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તેઓને આઈપીએલમાં
રમવા માટે મંજૂરી પહેલા જ મળી ચુકી છે. બોર્ડે કહ્યું છે કે આઈપીએલમાં ભાગ લેવા માટે
નુવાન થુશારાની એનઓસી પાત્રતા ફિઝિકલ પરફોર્મેન્સ ટેસ્ટના પરિણામ ઉપર નિર્ભર કરશે.
વાનિંદુ હસરંગા, ઈશાન મલિંગા અને મથીશા પથિરાનાએ આઈપીએલ 2026મા ભાગ લેવા માટે એનઓસીની
અપીલ કરી છે. જો કે હજી ટેસ્ટ બાકી છે કારણ કે ઈજામાંથી બહાર આવ્યા બાદ રિહેબિલિટેશનમાંથી
પસાર થઈ રહ્યા છે. આ ત્રણેય ખેલાડીને ટી20 વિશ્વકપ અથવા તેની પહેલા ઈજા પહોંચી હતી.
પથિરાના આઈપીએલ સીઝનના શરૂઆતી મેચ રમી શકશે નહીં પણ આશા છે કે એપ્રિલમાં ઉપલબ્ધ રહેશે.
બોર્ડ
તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસએલસી રાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ ધરવતા તમામ ખેલાડીઓ
માટે આઠ અઠવાડીયાનો અકે ખાસ ફિજિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ પહેલનો હેતુ
આગામી આંતરરાષ્ટ્રીય મેચની તૈયારી માટે ખેલાડીઓની ફિઝિકલ પરફોર્મન્સના સ્તરને સારા
બનાવવાનો છે.