જો કે લોકોએ મહિલા ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું
નવી
દિલ્હી, તા.20: ઇરાનમાં ખેલાડીઓ પરની દમનકારી કાર્યવાહીથી ખેલ જગત સ્તબ્ધ છે. હાલમાં
જ 19 વર્ષના પહેલવાન સાલેહ મોહમ્મદીને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો છે. આથી જેલમાં
બંધ અન્ય ખેલાડીઓની સુરક્ષા અને ભવિષ્યને લઇને વૈશ્વિક સ્તર પર ચિંતા વધી છે. હાલમાં
જ ઓસ્ટ્રેલિયાથી ઇરાનની મહિલા ફૂટબોલ ટીમ વિવાદ પછી પરત ફરી છે. આ ખેલાડીઓએ મેચ અગાઉ
ઇરાનની રાષ્ટ્રગાન ગાવાનો ઇનકાર કરી દીધો હતો. આથી તેમના પર આકરી સજા દેશમાં તોળાઇ
રહી હતી. આથી ઇરાનની બે મહિલા ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં શરણ લીધું છે. બાકીની ટીમ આજે
તેહરાન પહોંચી હતી. જ્યાં લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમ છતાં ઇરાન
સરકાર આ મહિલા ખેલાડી સામે કડક કાર્યવાહી કરશે તેવા રિપોર્ટ છે. ઇન્ટરનેશનલ લેવલે બ્રોન્ઝ
મેડલ જીતનાર કુસ્તી ખેલાડી સાલેહ મોહમ્મદી પર બે પોલીસની હત્યાનો આરોપ હતો. આ કેસમાં
તેને ફાંસી આપી દેવામાં આવી છે.