નેપાળમાં ત્રણ વર્ષથી એક પણ આતંકી ઘટના નહી
નવી
દિલ્હી, તા. 20 : આતંકવાદને શરણ આપનારૂં પાકિસ્તાન હવે પોતે જ ભોગવી રહ્યું છે અને
આતંકવાદથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ટોચના સ્થાને પહોંચ્યું છે. બીજી તરફ
ભારતની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. નેપાળ અને બંગલાદેશ જેવા નાના દેશ પણ એક ઉદાહરણ
રજૂ કરી રહ્યા છે. ઈન્સ્ટીટયૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર નવા વૈશ્વિક આતંકવાદ
સૂચકાંક 2026 રિપોર્ટે દક્ષિણ એશિયાની સુરક્ષા સ્થિતિની તસવીર રજૂ કરી છે. જેમાં પાકિસ્તાન
હવે બુર્કિના ફાસોને પાછળ છોડીને દુનિયાનો સૌથી વધુ આતંક પ્રભાવિત દેશ બન્યો છે.
રિપોર્ટમાં
કહેવામાં આવ્યું છે કે 2025 પાકિસ્તાન માટે છેલ્લા 10 વર્ષમાં સૌથી ઘાતક રહ્યું છે.આંકડા
અનુસાર 2025મા 1139 મૃત્યુ થયા છે અને 1045 આતંકી ઘટન નોંધાઈ છે. પાકિસ્તાનમાં
2020ની તુલનાએ 2025મા આતંકી ઘટનાઓમાં છ ગણો વધારો થયો છે. છેલ્લા 12 વર્ષથી પાકિસ્તાન
સતત શીર્ષ 10 પ્રભાવિત દેશોમાં સામેલ છે, જો કે છેલ્લા અમુક સમયની સ્થિતિ વિશેષજ્ઞોને
ચોંકાવી રહી છે. બંગલાદેશમાં આતંકી ઘટનાઓમાં 100 ટકાની કમી નોંધાઈ છે. જ્યારે નેપાળમાં
સતત ત્રીજા વર્ષે એક પણ આતંકી હુમલા નોંધાયા નથી. ભારતમાં પણ આતંકી ઘટનાઓમાં કમી આવી
છે. વૈશ્વિક સ્તરે ભારત 13મા સ્થાને હોવા છતા પણ પ્રગતિ ઉત્સાહજનક છે. 2025મા ભારતમાં
આતંકી હુમલામાં 43 ટકાની કમી આવી છે.