• શનિવાર, 21 માર્ચ, 2026

પત્નીને કામમાં મદદ કરો : સુપ્રીમ

ક્રૂરતાના આધારે છૂટાછેડા માગતા પતિને ઠપકાર; નોકરાણી નથી, જીવનસાથી છે

નવી દિલ્હી, તા. 20 : લગ્ન વિવાદના એક મામલામાં સુપ્રીમ કોર્ટે એક ધ્યાન ખેંચનારો નિર્દેશ આપતાં પતિને ફટકાર લગાવી હતી. અદાલતે કહ્યું હતું કે, તમે કોઇ નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, પરંતુ જીવનસાથી પસંદ કરો છો.

ક્રૂરતાના આધાર પર છૂટાછેડા માગતા પતિને ઠપકો આપતાં સુપ્રીમે કહ્યું હતું કે, પત્ની ઘરનાં કામો પૂરી રીતે નથી કરતી તો તેને ક્રૂરતા ન કહી શકાય.

હવે જમાનો બદલાઇ ગયો છે. તમારે કપડાં ધોવાં, રસોઇ, વાસણ જેવાં કામોમાં પત્નીને થઇ શકે તેવી મદદ કરવી જોઇએ તેવું કોર્ટે કહ્યું હતું.

પતિ ક્રૂરતાના આધારે તેની પત્નીથી છૂટાછેડા માગી રહ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે જો પત્ની ઘરનાં કામકાજ યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ જાય, તો તે ક્રૂરતા નથી, સમય બદલાઇ ગયો છે અને પતિએ પણ આ  કાર્યોમાં ફાળો આપવો જોઇએ. કોર્ટે શરૂઆતમાં દંપતીને મધ્યસ્થી કરવા કહ્યું હતું, પરંતુ વસ્તુઓ કામ ન કરી. આ પછી કોર્ટે તેમને આગામી તારીખે શુક્રવારે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક