256 રનના વિજય લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડ ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઢેર
15
રનમાં 4 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહ પ્લેયર ઓફ ધ ફાઇનલ અને સંજૂ સેમસન પ્લેયર ઓફ ધ
ટૂર્નામેન્ટ
સેમસન,
અભિષેક, ઇશાન અને શિવમની સટાસટી પછી બુમરાહ-અક્ષર ત્રાટકયા : ઇશાન કિશનના 3 શાનદાર
કેચ
અમદાવાદ
તા.8: ટી-20 વિશ્વ કપમાં સંપૂર્ણ દબદબા સાથે ભારત ફરી વિશ્વ વિજેતા બન્યું છે. પહેલા
બેટધરો અને બાદમાં બોલરોના બળુકાના દેખાવથી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતનો
96 રને ઐતિહાસિક વિજય થયો હતો. આ વિજય સાથે ટીમ ઇન્ડિયાએ ત્રીજીવાર ટી-20 વિશ્વ કપ
જીતી કીર્તિમાનની હારમાળા રચી હતી. ભારતના પ વિકેટે 2પપ રનના જવાબમાં ન્યુઝીલેન્ડ ટીમ
19 ઓવરમાં 1પ9 રનમાં ઢેર થઇ ગઇ હતી. સંજૂ સેમસનના 89, અભિષેક શર્માના પ2 અને ઇશાન કિશનના
પ4 રન પછી બુમરાહે 1પ રનમાં 4 અને અક્ષર પટેલે 27 રનમાં 3 વિકેટ લીધી હતી. આઇસીસી ટૂર્નામેન્ટમાં
ટીમ ઇન્ડિયાનો આ આઠમો ખિતાબ છે. બુમરાહ પ્લેયર ઓફ ફાઇનલ બન્યો હતો. જયારે સંજૂ સેમસન
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થયો હતો. તેના નામે કુલ 321 રન રહ્યા હતા. તેણે સેમિ
અને ફાઇનલમાં અર્ધસદી કરી મેચ વિનિંગ રમી હતી.
2પ6
રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડ ટીમનો પ્રારંભથી જ ધબડકો શરૂ થયો હતો.
પાવર પ્લેમાં કિવિઝ ટીમે પ2 રનમાં 3 વિકેટ ગુમાવી ભારત માટે વિજય મંચ તૈયારી કરી આપ્યો
હતો. આ પછી સમયાંતરે વિકેટ ગુમાવી હતી. ઓપનર ટિમ સિફર્ટે સૌથી વધુ બાવન રન કર્યાં હતા.
જયારે કેપ્ટન મિચેલ સેંટનરે 43 રન કરી હારનું અંતર ઓછું કર્યું હતું. બુમરાહની 4 અને
અક્ષરની 3 વિકેટ ઉપરાંત હાર્દિક, વરૂણ અને અભિષેકને 1-1 વિકેટ મળી હતી.
સંજૂ
સેમસનના વિસ્ફોટક 89, અભિષેક શર્માના આતશી પ2, ઇશાન કિશનના આક્રમક પ4 અને શિવમ દૂબેના
પાવરપેક 26 રનની મદદથી ટી-20 વિશ્વ કપના ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડના બોલર્સ સામે
હલ્લાબોલ કરીને ભારતે 20 ઓવરમાં પ વિકેટે 2પપ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પાવર પ્લેની
6 ઓવરમાં સેમસન-અભિષેકની જોડીએ પાવર હિટિંગ કર્યું હતું અને 92 રન કર્યાં હતા. જે ટી-20
વર્લ્ડ કપનો પાવર પ્લેમાં કોઇ પણ ટીમનો હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. આ દરમિયાન કિવિઝ બોલર્સ
લાઇન-લેન્થ ભુલ્યા હતા અને 8 વાઇડ બોલ ફેંકયા હતા.
ફાઇનલમાં
અભિષેક ઝળકયો હતો અને 21 દડામાં 6 ચોક્કા-3 છક્કાથી પ2 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
તેના અને સંજૂ વચ્ચે પહેલી વિકેટમાં 43 દડામાં 98 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આ પછી
સેમસન અને ઇશાન કિશન કિવિઝ બોલર પર તૂટી પડયા હતા અને રન રફતાર વધુ તેજ કરી હતી. સંજૂ
સેમસને સતત ત્રીજી અર્ધસદી ફટકારી હતી અને ભારતની ઇનિંગનો એન્કરમેન બની રહ્યો હતો.
જો કે તે આજે પણ સદી ચૂકી ગયો હતો. સેમસન 46 દડામાં પ ચોક્કા અને 8 છક્કાથી વિસ્ફોટક
89 રન કરી આઉટ થયો હતો. તેના પછી તુરત ઇશાન કિશન 2પ દડામાં 4 ચોક્કા-4 છક્કાથી પ4 રન
કરી પાછો ફર્યોં હતો. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 48 દડામાં 10પ રનની સંગીન ભાગીદારી
થઇ હતી.
બાદમાં
કપ્તાન સૂર્યકુમાર ગોલ્ડન ડક થયો હતો. હાર્દિક પંડયાએ 13 દડામાં 18 રનનું યોગદાન આપ્યું
હતું. આખરી ઓવરમાં શિવમ દૂબેએ રંગ રાખ્યો હતો અને નિશમની ધોલાઇ કરીને 24 રનનો વધારો
કર્યોં હતો. શિવમ 8 દડામાં 3 ચોક્કા-2 છક્કાથી 26 અને તિલક વર્મા 8 રને નોટઆઉટ રહ્યા
હતા. ન્યુઝીલેન્ડ તરફથી નિશમે 46 રનમાં 3 વિકેટ લીધી હતી. હેનરી અને રચિનને 1-1 વિકેટ
મળી હતી.
અગાઉ
કિવિઝ કેપ્ટન મિચેલ સેંટનરે ટોસ જીતીને ભારતને બેટિંગ આપવાની ભૂલ કરી હતી. ભારતીય ટીમે
પહેલા દડાથી જ પાવર હિટિંગ કરીને 20 ઓવરમાં પ વિકેટે 2પપ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.
એક તબકકે ભારત પાસે 280 રનના સ્કોર સુધી પહોંચવાની તક હતી, પણ 16મી ઓવરમાં જેમ્સ નિશમે
ફકત 1 રન આપ્યો હતો અને સંજૂ સેમસન, ઇશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમારની વિકેટ ઝડપી
કિવિઝ ટીમની વાપસી કરી હતી. ઇનિંગની આખરી ઓવરમાં શિવમ દૂબેએ નિશમની જ ધોલાઇ કરીને
24 રન ફટકાર્યાં હતા. આથી ભારતનો સ્કોર 2પપ રન સુધી પહોંચ્યો હતો. જો કે અંતિમ પ ઓવરમાં
ભારત ધારણાથી ઓછા બાવન રનનો ઉમરો કરી શકયું હતું.