• રવિવાર, 27 એપ્રિલ, 2025

રાજસ્થાન સામે KKRને 152 રનનું સરળ વિજય લક્ષ્યાંક

-કોકલતાની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે રાજસ્થાન રોયલ્સના 9 વિકેટે 151

 

 

ગુવાહાટી, તા.26: આઇપીએલના આજના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સની શાનદાર પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટે 1પ1 રનનો સિમિત સ્કોર થયો હતો. રાજસ્થાન તરફથી વિકેટકીપર ધ્રુવ જુરેલે 28 દડામાં પ ચોક્કાથી 33 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી જ્યારે કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી વૈભવ અરોરાએ 33 રનમાં 2, હર્ષિત રાણાએ 36 રનમાં 2, મોઇન અલીએ 23 રનમાં 2 અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 17 રનમાં 2 વિકેટ લીધી હતી. સ્પેન્સર જોન્સનને 1 વિકેટ મળી હતી.

કેકેઆરના કપ્તાન અજિંકયા રહાણેએ ગુવાહાટીની ટર્નિંગ પિચ પર બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાન તરફથી સંજૂ સેમસન અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પહેલી વિકેટમાં 33 રનની ભાગીદારી થઇ હતી. સેમસન 13 રને આઉટ થયો હતો. યશસ્વી ક્રિઝ પર સેટ બાદ ખરાબ ફટકો મારી આઉટ થયો હતો. તેણે 24 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 29 રન કર્યાં હતા.ઇનચાર્જ કેપ્ટન રિયાન પરાગ હોમ ગ્રાઉન્ડ પર 1પ દડામાં 3 છકકાથી 2પ રનની ટૂંકી ઇનિંગ રમી આઉટ થયો હતો. ધ્રુવ જુરેલે 33 રન કર્યાં હતા. નીતિશ રાણા 8 અને હેટમાયર 7 રને આઉટ થયા હતા. શુભમ દૂબે 9 રન જ કરી શક્યો હતો. આખરી ઓવરોમાં જોફ્રા આર્ચરે 7 દડામાં 16 રન કરી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 વિકેટે 1પ1 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો. આથી કેકેઆરને 1પ2 રનનું સરળ વિજય લક્ષ્યાંક મળ્યું હતું. આ બન્ને ટીમને તેમના પહેલા મેચમાં હાર મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક