• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

રાજકોટના જંગલેશ્વરમાં કાલે ડિમોલિશન :પોલીસનો પંજાદાર પહેરો

1 DIG, 4 DCP, 11 ACP સહિત 1495નો કાફલો તૈનાત

રાજકોટ, તા.21:  રાજકોટમાં સોમવારે શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલીશન જંગલેશ્વરમાં થવા જઈ રહ્યું છે ત્યારે કોઈ અસમાજિક તત્ત્વ બખેડો ના કરે તે માટે ડિમોલીશન સમયે પોલીસનો પંજાદાર પહેરો ગોઠવવામાં આવ્યો છે. સોમવારે જંગલેશ્વરમાં મહાનગર પાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ડિમોલીશન કાર્યવાહીઓ શાંતિપૂર્ણ રીતે આટોપી લેવા માટે શહેર પોલીસે શનિવારે ઉઈઙ ઝોન 1 દ્વારા સંપૂર્ણ પહેરેદારી ગોઠવવા માટે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં રાજકોટ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર જેવા મહાનગરોની પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.જેમાં ઉઈંઋ 1, ઉઈઙ 4, અઈઙ 11, ઙઈં 37, ઙજઈં 153, ઠઙજઈં 4, અધર પોલીસ સ્ટાફ 760, ઠ ઙઘકઈંઈઊ 511, જછઙિ 12, જઅિ 2 સહિત ડ્રોન સિસ્ટમ 10, પ્રીઝનર વાહન 35, પર સીટર બસ 21,વરુણ વાહન 3, વજ્ર વાહન 8, એલ.એમ.વી. 7, ભારે ક્રેન વાહન 1, વીડિયોગ્રાફર 17, શિલ્ડ(ઢાલ) 535, બોડી પ્રોટેક્ટર 535, ગેસ ગન 30, હેન્ડ ગ્રેનેડ 98, બોડી વોર્ન કેમેરા 95, દોરડા 24 જેવી અદ્યતન ટેકનોલોજી સાથે પોલીસ પહેરો ગોઠવવામાં આવશે ડિમોલીશન દરમિયાન જો કોઈ બખેડો કે કાંકરી ચારો કરશે તો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ પ્રશાશને જણાવ્યું હતું.

 

 મેગા ડિમોલિશન હવે થઇને જ રહેશે : હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણીની માગ ફગાવી

 

અમદાવાદ, તા. 21: રાજકોટમાં આજી નદીના પટ્ટા અને 15 મીટરના ટીપી રોડ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો અલબત્ત જંગલેશ્વરમાં ડિમોલિશન માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સજજ છે અને હાલમાં પણ પેરા મિલીટ્રી સહિતની જંબો ફોજ તેનાત કરી દેવામાં આવી છે ત્યારે સ્થાનિકોએ ડિમોલીશનના વિરોધમાં હાઉકોર્ટમાં અરજી કરીને તાત્કાલિક સૂનાવણીની માગ કરી હતી જે હાઇકોર્ટે ફગાવી દીધી છે. આમ હવે ડિમોલીશન થઇને જ રહેશે.   એક બાજુ ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ નકારી છે. તો બીજી બાજુ રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, સમગ્ર બાંધકામ બોટર બોડી પર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ બાંધકામ ગેરકાયદેસર છે. મળતી માહિતી અનુસાર 1500 થી વધુ પોલીસ જવાનો અને મનપાના 1200 કર્મચારીઓનો કાફલો મેદાને ઉતર્યો છે. આ ઉપરાંત, 206થી વધુ મશીનરી સજ્જ કરવામાં આવી છે, જેમાં 64 જેસીબી, 7 હિટાચી અને 50થી વધુ બ્રેકર્સનો સમાવેશ થાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

 

સોમવારથી ગુરુવાર સુધી ચાર લોકોને સાથે ભેગું થવા પર પ્રતિબંધ

 

    પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આગમી દિવસોમાં તા.23થી 26 સુધી ડિમોલિશન પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી જાહેર જગ્યાએ પોલીસ પરવાનગી વગર ચાર કે તેથી વધુ લોકો સાથે ભેગા મળશે તો કલમ (BNS 163) મુજબ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.જેમાં સ્મશાન યાત્રાને ફક્ત છૂટ આપવામાં આવી છે.

 

શહેરના તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, કમિશનરનું જાહેર નામું

રાજકોટ શહેર ખાતે તા.23થી25ના રોજ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જંગ્લેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની મેગા ડિમોલીશનની કાર્યવાહી થનાર હોય, આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને ભાંગ ફોડિયા તત્ત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો-સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગેરલાભ લઇ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ ન હોય, જેથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક