જૂનાગઢ, તા.ર1: જૂનાગઢ જિલ્લાના માણાવદર અને ભેસાણ પંથકમાં વાહન અકસ્માતના બનાવમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. આ અંગે પોલીસે ગુના નોંધી તપાસ હાથ
ધરી
છે.
આ કિસ્સામાં
ભેસાણ તાલુકાના ચણાકા રોડ ઉપર રોહિત રાજરુપ યાદવના ભાઈ અને અભિષેક રાકેશ યાદવ બાઇક
ઉપર જતા હતા ત્યારે રાજકોટ મોણપરી રૂટની એસટી બસ ચાલકે બાઇકને અડફેટે લેતા ચાલક સહિત
બન્ને ફંગોળાતા બન્નેને ઈજા પહોંચી હતી. તેમાં અભિષેક રાકેશ યાદવનું સારવાર દરમિયાન
મૃત્યુ થતાં ભેસાણ પોલીસે રોહિત રાજરુપ યાદવની ફરિયાદના આધારે એસટી બસના ચાલક સામે
ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તેવી
રીતે માણાવદર તાલુકાના ખાંભલા ગામ પાસે પબાભાઈ ભાયાણી તેમનાં પત્ની અને પુત્રી બાઇક
ઉપર જતા હતા ત્યારે સામેથી આવેલ બાઇકના ચાલકે બાઇકને ઠોકર મારતા બાઇકમાં બેઠેલાં મધુબેન
પબાભાઈ ભારાઈને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું જ્યારે પબાભાઈ ભારાઈ અને તેમની
દીકરીને ઈજા પહોંચી હતી. આ અંગે માણાવદર પોલીસે રામા દેવા મોરીની ફરિયાદના આધારે બાઇક
ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
------