• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

આજથી હેલમેટ ફરજીયાત


4 સરકારી કચેરી અને 44 પોઈન્ટ પર પોલીસ હેલમેટ ચાકિંગ કરશે

રાજકોટ, તા.7: શહેરમાં આજથી જ ટુ વ્હીલર પર નીકળતા લોકો માટે હેલમેટ પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યંક છે. હેલમેટના કાયદાનું પાલન કરવા પોલીસ પણ ઠેર-ઠેર ચાકિંગ કરશે તેમજ હેલમેટ ન પહેરેલા લોકોને સરકારી ધારાધોરણ મુજબ દંડ પણ કરવામાં આવશે.

રાજકોટમાં નવનિયુક્ત ટ્રાફિક ડીસીપી હરપાલાસિંહ જાડેજાએ ફૂલછાબ સાથે વાત કરતા જણાવ્યું છે કે, હાઈ કોર્ટના હુકમને ધ્યાને લઈને આજથી શહેરમાં હેલ્મેટ અમલવારી કરાવવામાં આવશે. શહેરના અલગ-અલગ 44 પોઈન્ટ પર હેલમેટ ચાકિંગ કરવામાં આવશે. શહેરના 44 પોઈન્ટ પર આશરે 8 થી 10 અધિકારીઓની એક ટીમ રહેશે. જે હેલ્મેટનું ચાકિંગ કરશે તેમજ શહેરની અલગ-અલગ 4 સરકારી કચેરીએ પણ ચાકિંગ હાથ ધરવામાં આવનારું છે. ટુ-વ્હીલર પર નીકળતા દરેક લોકોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. જે લોકો કાયદાનું પાલન નહિ કરે તેની પાસેથી સરકારી ધારાધોરણ મુજબ 500 રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવશે તેમજ હેલ્મેટ અમલવારી એ દંડ માટે નહિ પરંતુ લોકોની સલામતી માટે છે. તેથી લોકો સ્વેચ્છાએ જ કાયદાનું પાલન કરે તે જરૂરી છે.    

 

 

અનેક સંસ્થાઓએ પૂરજોશમાં શરૂ કર્યો વિરોધ

હેલમેટ સત્યાગ્રહ સમિતિ, યુથ ફોર ડેમોક્રેસી,

 

સૌરાષ્ટ્ર જન વિકાસ પાર્ટીએ નોંધાવ્યો વિરોધ

 

રાજકોટ, તા.7 : રાજકોટમાં તારીખ 8 સપ્ટેમ્બરના સોમવારથી હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ રહ્યો છે ત્યારે તેના એક દિવસ પહેલા શહેરના ત્રિકોણબાગ ખાતે હેલ્મેટના વિરોધમાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા સવિનય કાનૂનભંગ કરવામાં આવ્યો હતો અને હેલ્મેટનો કાયદો રદ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા.

હેલ્મેટનો વિરોધ કરતા જણાવ્યું કે, વરસાદની સિઝનમાં હેલ્મેટનો કાયદો આવતા આસપાસનું કાંઈ નહીં દેખાય અને બહેનો દીકરીઓને મોટું વાહન કચડી નાખતા માથું બચી જશે પરંતુ ધડ શરીરથી અલગ થઈ જશે. ઉપરાંત ચીલઝડપના બનાવો વધી જવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી. પોલીસે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે શહેરમાં હેલ્મેટની કોઈ જરૂરિયાત નથી. મહિલાઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવાની સાથે અન્ય ઘણી બધી જગ્યાએ જવાનું હોય છે ત્યારે હેલ્મેટ ક્યાં રાખવું અને ચોમાસાના કારણે ખાડાવાળા રસ્તામાં પાણી ભરાઈ જતા હેલ્મેટને લીધે ખાડાઓ ન દેખાતા અકસ્માત ઘટવાને બદલે વધશે. જેથી હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે તેવી માંગણી છે.

ઇ-પેપરના નવા શુલ્ક