• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મણિપુરમાં પીએનબીની શાખામાં ધાડ: બંદૂકનાં નાળચે 18 કરોડની લૂંટ

ઈમ્ફાલ, તા.1: ઈશાની રાજ્ય મણિપુરમાં પીએનબીની એક શાખામાં લૂંટની સનસનીખેજ અને ફિલ્મી ઘટના આકાર પામી છે. અહીં લુટારાઓઓઁ ફિલ્મીઢબે બંદૂકનાં નાળચે 18 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પોલીસને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે પણ હજી સુધી ધાડપાડુઓનાં કોઈ સગડ મળ્યા નથી.

મણિપુરનાં ઉખરુલ જિલ્લામાં વ્યૂલેંડ વિસ્તારમાં પંજાબ નેશનલ બેન્કની શાખામાં ગુરુવારની સાંજે પોણા છ વાગ્યાનાં સુમારે 7થી 8 જેટલા હથિયારધારી લુટારુઓએ ધાડ પાડી હતી. બેન્કનાં પરિસરમાં ઘૂસીને સૌથી પહેલા તેમણે બંદૂકની અણીએ ત્યાં હાજર લોકો અને કર્મચારીઓને બાનમાં લઈ લીધા હતાં. ગોળી મારીને ઠાર કરવાની ધમકી આપીને ડાકૂઓએ મેનેજરને તિજોરી ખોલવા મજબૂર કર્યો હતો અને ત્યારબાદ 18 કરોડ રૂપિયાનો હાથ મારી નાસી છૂટયા હતાં.

 

Budget 2024 LIVE