નવી દિલ્હી, તા. 1: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાના વિરોધમાં પાકિસ્તાનનું ઔદ્યોગિક શહેર કરાચી રણક્ષેત્રમાં તબદિલ થયું હતું. અમેરિકી દૂતાવાસ તરફ માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 30થી વધારે પ્રદર્શનકારીઓને ગંભીર ઈજા પહોંચી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા દૂતાવાસની સુરક્ષા ઘેરાબંધીને તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. લાહોરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ અમેરિકા વિરોધી નારેબાજી કરી હતી.
કરાચીમાં
પ્રદર્શનકારીઓએ દૂતાવાસના મુખ્ય ગેટ ઉપર હથોડા અને લોખંડના રોડની હુમલો કર્યો હતો.
ગેટ તૂટી ગયો હતો અને ભીડ પરિસરની અંદર ઘૂસવા લાગ્યા હતા. પ્રદર્શન દરમિયાન આગના ગોળા
ફેંકવામાં આવ્યા હતા. જેનાથી દૂતાવાસની ઈમારતમાં ઘણા ભાગમાં આગ લાગી હતી. સુરક્ષા દળોએ
સ્થિતિને નિયંત્રણમાં લેવા ટિયર ગેસના સેલ છોડયા હતા અને લાઠી ચાર્જ કર્યો હતો. બાદમાં
ગોળીબારના અહેવાલ સામે આવ્યા હતા. આ હિંસક ઘર્ષણમાં 12 લોકોનાં મૃત્યુના અહેવાલ છે.
જેમાં પ્રદર્શનકારી, રેન્જર્સ અને એક સામાન્ય નાગરીક સામેલ છે. ઘણા લોકોને ઈજા પણ પહોંચી
હતી.
પાકિસ્તાની
અધિકારીઓ કે અમેરિકી દૂતાવાસ તરફથી આ મામલે કોઈપણ પ્રકારની સત્તાવાર ટિપ્પણી કરવામાં
આવી નહોતી. જો કે હોસ્પિટલ સૂત્રોમાંથી મળતી જાણકારી અનુસાર મૃતકાંક વધી શકે છે. બીજી
તરફ પ્રશાસન તરફથી નાગરીકોને પ્રભાવિત ક્ષેત્રથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી.