ભારતમાં 444 ફલાઇટ્સ રવિવારે રદ થયાની સંભાવના : દુબઈ સહિતના એરપોર્ટસ સંપૂર્ણ બંધ : ડીજીસીએએ એરલાઇન્સ માટે જાહેર કરી એડવાઇઝરી
નવીદિલ્હી,
તા. 1 : ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલાં યુદ્ધની સીધી અસર વૈશ્વિક અને ભારતીય
હવાઈ સેવા ઉપર જોવા મળી રહી છે. નાગરીક ઉડ્ડયન મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી
તી કે મીડલ ઇસ્ટના હવાઈ ક્ષેત્રમાં લાગેલા પ્રતિબંધો અને સુરક્ષા કારણોસર હવાઈ યાત્રાનાં
ક્ષેત્રમાં ઉથલપાથલ છે. મંત્રાલય અનુસાર શનિવારે ભારતીય એરલાઇન્સની 410 ફલાઈટ રદ કરવી
પડી હતી અને રવિવારે આ આંકડો વધીને 444 થવાની સંભાવના છે.
ડીજીસીએએ
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ભારતીય એરલાઇન્સ માટે એક ઇમર્જન્સી સુરક્ષા એડવાઇઝરી
જાહેર કરી હતી. એરલાઇન્સને સલાહ આપવામાં આવી હતી કે 11 દેશનાં હવાઈ ક્ષેત્રનો ઉપયોગ
કરવાથી બચે. આ દેશમાં ઈરાન, ઈઝરાયલ, લેબનોન, યુએઈ, સાઉદી અરબ, બહરીન, ઓમાન, ઈરાક, જોર્ડન,
કુવૈત અને કતર સામેલ છે. ડીજીસીએએ ચેતવણી આપી છે કે આ ક્ષેત્રમાં ક્રૂઝ મિસાઈલ, બેલેસ્ટિક
મિસાઈલ અને સૈન્ય વિમાનોની સક્રિયતાનાં કારણે નાગરીક વિમાનોની સુરક્ષાને ગંભીર જોખમ
છે.
બીજી
તરફ ઈરાનના મિસાઈલ હુમલા બાદ દુનિયાના સૌથી હવાઈ મથકમાંથી એક દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ
અને અલ મકતૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું. કુવૈત, ઈરાન, ઈરાક, ઈઝરાયલ અને બહરીનનું એરસ્પેસ
પૂરી રીતે ખાલી થયું હતું. ભારતની જેમ અન્ય દેશોએ પણ મીડલ ઇસ્ટમાં જતી તમામ ફલાઇટ્સને
રદ કરી દીધી હતી. જેનાં પરિણામે મોટી સંખ્યામાં યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો
હતો. જેમાં હજારો ભારતીયો પણ ફસાયા હતા.