• મંગળવાર, 03 માર્ચ, 2026

ઇરાન ફૂટબોલ વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે

તેહરાન, તા.2: ઇરાન ફૂટબોલ સંઘે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં રમાનાર ફીફા વર્લ્ડ કપનો બહિષ્કાર જાહેર કર્યો છે. ઇરાન ફૂટબોલ સંઘના અધ્યક્ષ મહેદી તાજે કહ્યું કે ઇઝરાયેલ-અમેરિકાએ તેના દેશ પર કરેલા હુમલા બાદ આ વર્ષે અમેરિકામાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપમાં અમારી ટીમનું રમવું નિશ્ચિત નથી. અમે લગભગ બહિષ્કાર કરશું. અમે ફીફા વર્લ્ડ કપમાં ભાગ લઇશું તેવી આશા રાખતા નહીં. ફીફા વર્લ્ડ કપમાં ઇરાન એશિયા ઝોનમાંથી ક્વોલીફાય થયું છે અને જી ગ્રુપમાં સામેલ છે. તેની સાથે ન્યુઝીલેન્ડ, બેલ્જિયમ અને ઇજીપ્તની ટીમો છે. ઇરાન ફૂટબોલ ટીમનો પહેલો મેચ કેલિફોર્નિયામાં 1પ જૂને છે. એક મેચ સિએટલમાં છે. આ અમેરિકી પ્રદેશ છે. ઇરાન ફૂટબોલ સંઘનો દાવો છે કે આ પ્રદેશમાં હવે અમારા ખેલાડીઓની સુરક્ષા પર ગંભીર ખતરો છે. આથી અમારા માટે ફીફા વર્લ્ડ કપનું હિસ્સો બનવું શક્ય નથી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન 11 જૂનથી 19 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક