રિફાઇનરી
હંગામી ધોરણે બંધ કરી નાખવામાં આવી
નવીદિલ્હી,
તા.2 : અમેરિકા અને ઈરાનનાં યુદ્ધની આગ હવે ઓઇલ રિફાઇનરીઓ સુધી આવી પહોંચી છે. સાઉદી
અરબની અરામકો કંપનીએ રાસ તનુરા ઓઇલ રિફાઇનરી ઉપર ડ્રોન હુમલા બાદ હંગામી ધોરણે તેની
કામગીરી બંધ કરી નાખવામાં આવી છે. હૈરાસ તનુરા રિફાઇનરી સાઉદી અરબની સૌથી મોટી ઓઇલ
રિફાઇનરી છે. જે રોજ પાંચ લાખ પચાસ હજાર બેરલ ઓઇલ રિફાઇન કરે છે. ડ્રોન હુમલાનાં કારણે
રિફાઇનરીમાં આગ ભડકી હતી અને તેને તાબડતોબ કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી.
સાઉદી
અરબના રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, તેમની સેનાએ રિફાઇનરી ઉપર ત્રાટકવા આગળ ધસી
રહેલા ડ્રોન તોડી પાડયા હતા. ત્યારબાદ અરામકોની રાસ તનુરા રિફાઇનરીને હંગામી ધોરણે
બંધ કરી નાખવામાં આવી હતી. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ બનેલા વીડિયોમાં જોવા મળે
છે કે, ડ્રોન હુમલા બાદ આ રિફાઇનરીમાંથી ગાઢ ધુમાડાના ગોટા નીકળી રહ્યા હતા.
-------------------
ઓમાન
નજીક ઓઈલ ટેંકર ઉપર હુમલો : એક ભારતીયનું મૃત્યુ
માર્શલ
આઈલેન્ડ્સના ધ્વજ ધરાવતા જહાજ ઉપર માનવ રહિત બોટનો હુમલો
નવી
દિલ્હી, તા. 2 : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઓમાનના પોર્ટ સુલ્તાન
કાબૂસના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સમુદ્રમાં એક ઓઈલ ટેંક ઉપર હુમલો થયો હતો. જેમાં એક ભારતીયનું
મૃત્યુ થયું હતું. સલ્તનત ઓફ ઓમાનના મેરિટાઈમ સિક્યોરિટી અનુસાર માર્શલ આઈલેન્ડ્સના
ધ્વજ સાથેનું ઓઈલ ટેંકર એમકેડી વ્યોમ મસ્કત ગવર્નરેટના તટથી 52 નોટિકલ માઈલ દૂર એક
માનવ રહિત બોટના હુમલાનો શિકાર બન્યું હતું.
હુમલા
દરમિયાન ટેંકરના મુખ્ય એન્જિન રૂમમાં આગ લાગી હતી અને મોટો વિસ્ફોટ થયો હતો. જેનાથી
એક ભારતીયનું મૃત્યુ થયું હતું. આ બનાવ સમયે જહાજ ઉપર કુલ 21 ક્રૂ સભ્ય સવાર હતા. જેમાં
16 ભારતીય, 4 બંગલાદેશી અને એક યુક્રેની નાગરિક સામેલ છે. ઘટના બાદ તરત જ મેરિટાઈમ
સિક્યોરિટીએ ચાલક દળને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી શરૂ કરી હતી. પનામાના વ્યાપારી
જહાજ એમવી સેન્ડે તમામ 21 સભ્યોને સુરક્ષિત બહાર
કાઢ્યા
હતા.
ટેંકર
લગભગ 59,463 મેટ્રીક ટન કાર્ગો લઈને જઈ રહ્યું હતું. હુમલા બાદ ક્ષતિગ્રસ્ત ટેંકરની
સ્થિતિ ઉપર ઓમાનની રોયલ નેવી દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આ ઉપરાંત ક્ષેત્રમાંથી
પસારથતા અન્ય જહાજો માટે જરૂરી ચેતવણી જાહેર કરવામાં આવી હતી.