• રવિવાર, 22 નવેમ્બર, 2026

બાંગલાદેશમાં હિંસા : હસીના સમર્થકો નિશાને

-અવામી લીગના નેતા, પૂર્વ સાંસદોનાં 50 ઘરને આગ ચંપાઈ

ઢાકા, તા. 21 : બાંગલાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. વડાપ્રધાન તારિક રહેમાનની પાર્ટીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી છે. શેખ હસીનાના પક્ષ અવામી લીગના નેતાઓ પૂર્વ સાંસદો, સમર્થકોના લગભગ 50 ઘર-દુકાનોમાં આગ લગાડાઈ હતી.

હુમલાખોરો અનેક ઘરોમાં તોડફોડ કરી અને ફર્નિચર, કિંમતી સામાન જેવી ચીજો લૂંટી ગયા હતા.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પરત ફરવાની વાત કહી ચૂક્યાં છે. ત્યારપછીથી બાંગલાદેશમાં તાણ વધી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન તારિક રહેમાનના પક્ષ બીએનપીનાન નેતાની હત્યા થયા બાદ હિંસા બેકાબૂ બની છે.

જુલાઈ 2026માં હસીનાએ કહ્યું હતું કે, હું મારા દેશમાં પરત ફરીશ અને કાનૂની પ્રક્રિયાનો સામનો કરીશ.

ચાલુ મહિનામાં પણ તેમણે ફરીવાર જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિના દરમ્યાન કોઈ પણ સંજોગોમાં બાંગલાદેશ પરત ફરીશ.

ઇ-પેપરના નવા શુલ્ક