• શનિવાર, 21 નવેમ્બર, 2026

ડોળાસા હાઇવે પર કાર-મોપેડ વચ્ચે અકસ્માતમાં ચારને ઇજા

ડોળાસા, તા.20: કોડિનાર તાલુકાના ડોળાસા-ઉના હાઇવે પર લેરકા ફાટક પાસે મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર હાઇવેની ખાઈમાં ખાબકી હતી. મોપેડ ચાલક અને કારમાં બેઠેલા તમામને ઇજા થતાં એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ઉના દવાખાને ખસેડાયા હતા.

પાલીતાણાના ત્રણ વ્યક્તિ કાર લઈ સોમનાથ દર્શને જવા નીકળ્યા હતા અને સાંજના અરસામાં ઉના-ડોળાસા નેશનલ હાઇવે પર આવેલા લેરકા ગામના ફાટક પાસે પહોંચ્યા તે સમયે લેરકા ગામના ગાવિંદભાઈ કરશનભાઈ સોલંકી (ઉં.45) પોતાનું મોપેડ લઈ લેરકા ગામે જવા હાઇવે ફાટક ઓળંગી રહ્યા હતા. પુર ઝડપે આવતી કાર ચાલકે મોપેડ ચાલકને બચાવવા જતા કાર પરથી કાબૂ ગુમાવતા કાર હાઇવેની બાજુમાં આવેલી ખાઈમાં બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કામાં બેઠેલા તમામ ઉપરાંત મોપેડ ચાલક ગાવિંદભાઈને પણ ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે ઉના ખસેડયા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક