• શનિવાર, 21 નવેમ્બર, 2026

કેલેન્ડર વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં ભારત વિરુદ્ધ સદી કરનારો ફિલિપ્સ પહેલો બેટર

વેલિંગ્ટન, તા.20: ન્યુઝીલેન્ડના મીડલ ઓર્ડર બેટર ગ્લેન ફિલિપ્સે ભારતીય ટીમ વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ, વન ડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી કરનારો વિશ્વનો પ્રથમ બેટધર બન્યો છે. તેણે 18 જાન્યુઆરી-2026ના ભારત સામેના વન ડેમાં 106 રન કર્યાં હતા. આ પછી 30 ઓકટોબર ટી-20 ઇન્ટરનેશનલમાં 107 રનની ઇનિંગ રમી હતી. હવે ટેસ્ટમાં 118 રન કરી આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

કોઇ પણ ટીમ વિરુદ્ધ એક કેલેન્ડર વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં સદી કરનારો ગ્લેન ફિલિપ્સ ઓવરઓલ બીજો બેટર બન્યો છે. આ પહેલા ભારતના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ 2017માં શ્રીલંકા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં સદી કરી હતી. રોહિતે વર્ષ 2017માં શ્રીલંકા સામે વન ડેમાં બે સદી કરી હતી. આ પછી નાગપુર ટેસ્ટમાં અણનમ 102 રનની ઈનિંગ રમી હતી અને ઇન્દોરમાં ટી-20 મેચમાં 118 રન બનાવ્યા હતા.

વેલિંગ્ટનમાં નિકોલ્સનો શાનદાર રેકોર્ડ : હેનરી નિકોલ્સે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર 11 ટેસ્ટની 1પ ઇનિંગમાં 1098 રન બનાવ્યા છે. તેની સરેરાશ 91.પ0 રહી છે. આ દરમિયાન અહીં પ સદી અને 4 અર્ધસદી ફટકારી છે. બીજી તરફ અન્ય મેદાનમાં નિકોલ્સે પ0 ટેસ્ટની 80 ઇનિંગમાં 33.36ની સરેરાશથી 243પ રન કર્યાં છે. જેમાં 7 સદી અને 8 અર્ધસદી સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક