સરકારે 2.5 લાખ ડોલરનું ઈનામ રાખ્યું
મુંબઈ, તા. 20 ઃ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ચકચારી હત્યાના મુખ્ય કાવતરાખોર અને કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરારની મુશ્કેલીઓમાં હવે જબરદસ્ત વધારો થયો છે. અત્યાર સુધી જે દેશમાં તે છુપાઈને બેઠો હોવાની આશંકા હતી, તે જ કેનેડા સરકારે હવે તેને પોતાની મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સૌથી ટોચ પર મૂકી દીધો છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ સતિન્દરજિત સિંહ ઉર્ફે ગોલ્ડી બરારની ધરપકડ કરવામાં મદદરૂપ થાય તેવી કોઈ પણ નક્કર માહિતી આપનાર વ્યક્તિને 250,000 (2.5 લાખ) ડોલર સુધીનું મોટું રોકડ ઈનામ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે.