• રવિવાર, 22 નવેમ્બર, 2026

બિહારમાં ઘોટાળા દેખાતાં, હવે વિકાસ : મોદી

-‘નીતિશ સેતુ’નાં લોકાર્પણ સાથે બિહારને 34 હજાર કરોડનાં વિકાસકામોની ભેટ

નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિહારનાં વૈશાલીમાં ગંગાનદી પર નિર્મિત કચ્ચી દરગાહ-બિદુપુર સિક્સ લેન પુલનું લોકાર્પણ કર્યું હતું. પુલનું નામ પૂર્વ મુખ્યમંત્રીનાં નામ પર ‘નીતીશ સેતુ’ રખાયું છે.

આ અવસરે વડાપ્રધાને કહ્યું હતું કે, એક એ પણ સમય હતો, ત્યારે એનીડીએની સરકારથી પહેલાં બિહારમાં ઘોટાળાઓની ગણતરી થતી હતી અને આજે રોકાણ અને વિકાસકામોની થાય છે. મોદીએ રિમોટનું બટન દબાવીને 21 વિભાગનાં 227 વિકાસકામનાં ઉદ્ઘાટન, પાયાવિધિ કરીને બિહારને 34 હજાર કરોડથી વધુનાં કામોની ભેટ આપી હતી.

વડાપ્રધાન બોલ્યા હતા કે, નીતીશ સેતુએ માત્ર એક પુલ નથી, પરંતુ બિહારના વિકાસ અને સંપર્કનો માર્ગ છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, દાયકાઓ સુધી કોંગ્રેસે ‘ગરીબી હટાવો’નો માત્ર નારો આપ્યો, પરંતુ કંઈ નથી કર્યું.

અમારી સરકારે 12 વર્ષમાં 50 કરોડ લોકોને ગરીબીથી  બહાર કાઢયા છે. આ સરકારની ઈચ્છાશક્તિ અને કલ્યાણકારી યોજનાઓનું પરિણામ છે.

સેતુનાં ઉદ્ઘાટન બાદ મોદીએ કહ્યું હતું કે, આજે બિહારના લોકો છઠ્ઠીમૈયાનાં આશીર્વાદથી વિકાસનો ઉત્સવ ઊજવી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક