• શનિવાર, 21 નવેમ્બર, 2026

રાહુલની વિશેષ ઉપલબ્ધિ : સેના દેશોમાં અર્ધસદી કરનારો પહેલો ભારતીય ઓપનર

વેલિંગ્ટન તા.20: ટીમ ઇન્ડિયાના ઓપનર કેએલ રાહુલે ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં બાવન રનની અણનમ અને સંયમભરી ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 116 દડાનો સમાનો કર્યો હતો અને વધુ એક અર્ધસદી બનાવી હતી. ન્યુઝીલેન્ડની ધરતી રાહુલની આ પહેલી અર્ધસદી છે. આ સાથે જ તેણે એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. જે સુનિલ ગાવસ્કર સહિતના અન્ય કોઇ ઓપનિંગ બેટર હાંસલ કરી શકયા નથી. કેએલ રાહુલ સેના દેશો એટલે કે દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયમાં ઓપનિંગ બેટર તરીકે અર્ધસદી કરનારો પહેલો ભારતીય બેટધર બન્યો છે.

રાહુલના ખાતામાં ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટમાં એક સદી અને બે અર્ધસદી સાથે 43પ રન છે. ઇંગ્લેન્ડના 13 ટેસ્ટમાં 3 સદી અને 3 અર્ધસદીથી 1129 રન બનાવ્યા છે. દ. આફ્રિકાની ધરતી પર રાહુલે પ ટેસ્ટમાં એક સદી અને એક અર્ધસદીથી 240 કર્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક