મન કી બાતને 12 વર્ષ પૂરાં થતાં
વડાપ્રધાને કહ્યું : આ તીર્થયાત્રા
નવી દિલ્હી, તા. 25 : ‘મન કી
બાત’ને 12 વર્ષ પૂરાં થતાં આ સફરને તીર્થયાત્રા લેખાવી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તહેવારો પર સ્થાનિક કારીગરોએ બનાવેલી વસ્તુઓ ખરીદવા
અપીલ કરી હતી.
વડાપ્રધાન બોલ્યા હતા કે, સ્થાનિક
ઉત્પાદનોની વિશ્વભરમાં માંગ વધી રહી છે. બિહારનાં પુર્ભિયાનાં મખાના ગ્રિસ અને કર્ણાટકનાં
કલ બુર્ત્રીની અડદ દાળ માલદીવ પહોંચી ગઇ છે.
દેશના કિસાનો માટે આજે આખી દુનિયાની
બજારમાં નવા અવસરો ખુલી રહ્યા છે. પરંપરાગત પ્રાકૃતિક ખેતી પુનર્જીવીત થવા માંડી છે.
મોદીએ કહ્યું હતું કે, 12 વર્ષ
પહેલાં વિજયાદશમીના પાવન પ્રસંગે ‘મન કી બાત’ની શરૂઆત થઇ હતી. આ સફર દેશવાસીઓને નજીકથી
જાણવા, સમજવાની એક તીર્થયાત્રા બની રહી. દેશના નાગરિકોને અંગદાનનું આહ્વાન કરતાં વડાપ્રધાને
જણાવ્યું હતું કે, આ મહાદાન જીવનનો જંગ લડતા લોકોનાં જીવનમાં અજવાસ પાથરે છે. વડાપ્રધાને
કહ્યું હતું કે, ગાંધીજયંતીના અવસરે ખાદીનાં વત્રોનું વેચાણ એક જ દિવસમાં 28 કરોડ રૂપિયાથી
વધુ થયું.