• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

આતંક અને વૈશ્વિક સંકટ ઉપર મૂકદર્શક ન બનો : યુનો ઉપર જયશંકરનો પ્રહાર

સંયુક્ત રાષ્ટ્રના સ્થાપના દિવસે વિદેશ મંત્રીએ કહ્યું, યુનોએ મજબૂત નેતૃત્વ બતાવવું જોઈએ

નવી દિલ્હી, તા. 25 : વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર (યુનો)ના સ્થાપના દિવસના અવસર ઉપર આયોજિત ‘િચન્મય અમૃત મહોત્વસ ગ્લોબલ સંમેલન’માં દુનિયા સામે ગંભીર મુદ્દે સ્પષ્ટ વાત રજૂ કરી હતી. વિદેશ મંત્રીએ યુનોની કામગીરી ઉપર આકરી ટીકા કરતા કહ્યું હતું કે, વૈશ્વિક સંકટનો સામનો કરવા સંયુક્ત રાષ્ટ્રએ મજબૂત નેતૃત્વ બતાવવું જોઈએ, માત્ર મૂકદર્શક બનીને બેસી રહેવું જોઈએ નહીં.

એસ. જયશંકરે આતંકવાદને વૈશ્વિક શાંતિ માટે મોટું જોખમ ગણાવ્યો હતો અને આતંકવાદને દેશની નીતિ અથવા સત્તાનું હથિયાર બનાવનારા દેશોને આડે હાથ લીધા હતા. જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદનું કોઈપણ રૂપ સ્વીકાર્ય નથી. આતંકવાદને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં અને તેના માટે કોઈ બહાનું બનવું જોઈએ નહીં.  પોતાનાં નિવેદનમાં રાજકીય સ્વાર્થ ઉપર કટાક્ષ કરતા વિદેશ મંત્રીએ ઈતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈતિહાસમાંથી શીખવાને બદલે અમુક દેશ આતંકવાદ સામેની લડાઈમાં પોતાના રાજકીય ષડયંત્રો અને ફાયદાને પ્રાથમિકતા આપે છે. જે ખૂબ જ ચિંતાજનક છે. જયશંકરે આ દરમિયાન વિકાસશીલ દેશો સામે આવી રહેલા પડકારોની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે આજે દુનિયાનો એક હિસ્સો ફાયનાન્સ, ફયૂલ, ફૂડ અને ફર્ટિલાઇઝરના સંકટનો સામનો કરી રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક