• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પાક રક્ષા કરે છે...! ફારૂકના બોલથી ઘમસાણ

ભાજપનો પલટવાર : અબ્દુલ્લા સીમા પારની સ્થિતિ જુએ, કોંગ્રેસે કહ્યું ,પાકની મજાલ નથી

નવી દિલ્હી, તા. 24 : નેશનલ કેન્ફરન્સના અધ્યક્ષ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના ‘િદલ્હી પાસે તો આશા જ નથી, પાકિસ્તાન રક્ષા કરી રહ્યું છે’ તેવાં નિવેદન પર શનિવારે રાજનીતિનો પારો તપીને ઊંચે ગયો હતો.

ભાજપ સાંસદ ગિરિરાજસિંહે પલટવાર કરતાં ફારૂકને ‘ગદ્દાર’ કહી નાખ્યા હતા. ફારૂક અબ્દુલ્લા નમકહરામ છે, ટૂકડે ટૂકડે ગેંગ છે, તેવું સિંહે કહ્યું હતું. કેસરિયા પક્ષના પ્રવક્તા આર.પી. સિંહે જણાવ્યું હતું કે, ફારૂક અબ્દુલ્લાએ સીમાની સામે પાર પણ સ્થિતિ જોવી જોઈએ. ત્યાં વસતા કાશ્મીરીઓની બદહાલ સ્થિતિ પર નજર કરવી જોઈએ. આપણા દેશમાં કાશ્મીરની સ્થિતિ ઘણી સારી છે તેવું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ નેતા ચૌધરી લાલસિંહે કહ્યું હતું કે, અનેકવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂક અબ્દુલ્લાને રાજનીતિનો ઘણો અનુભવ છે, પરંતુ હું તેમની વાત સાથે સહમત નથી. પાકિસ્તાનની શું તાકાત છે કે, જમ્મુ-કાશ્મીરને બચાવી શકે. કાશ્મીર સુરક્ષિત છે તો તે માત્ર હિન્દુસ્તાનના કારણે જ, તેવું કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક