• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

અરુણાચલમાં ડેમના પ્રોજેક્ટથી ગુસ્સો : ભીડ બની ઉગ્ર

એનએચપીસી કાર્યાલય, સરકારી કચેરીઓ અને પોલીસને બનાવી નિશાન

નવી દિલ્હી, તા. 24 : અરુણાચલ પ્રદેશના ઇસ્ટ સિંયાંગ જિલ્લાના પાસીઘાટમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટના પ્રોજેક્ટ સામે ચાલુ વિરોધ પ્રદર્શને અચાનક જ હિંસક સ્વરૂપ લીધું હતું. પોતાને જીનઝી બતાવતા સેંકડો ઉપદ્રવીઓએ એનએચપીસીના પાસીઘાટ કાર્યાલય, સરકારી કચેરીઓ અને એક પોલીસ સ્ટેશન તેમજ આઠ પોલીસ વાહનોમાં ભારે તોડફોડ કરી હતી અને આગના હવાલે કર્યા હતા.

ઉગ્ર ભીડે સત્તારૂપ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કલિંગ મોયોંગ અને બે સ્થાનિક વિધાયક ઓની પન્યાંગ અને નિનોંગ એરિંગના આવાસે પણ હુમલો કર્યો હતો. તોડફોડ કરી હતી અને સામાન ઉઠાવી ગયા હતા. ઇસ્ટ સિયાંગ ડેપ્યુટી કમિશનર જયંતી પર્ટિને સ્થિતિની જાણકારી આપી હતી. વિરોધ પ્રદર્શનમાં પોતાને જેનઝી કહેતા લોકોએ બળજબરી હાઇ વે જામ કરી દીધો હતો. બે કલાક વિતવા છતાં રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા બળપ્રયોગ કરવો પડયો હતો અને ભીડ ઉગ્ર થતા પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. બાદમાં એનએચપીસીની ઓફિસ અને સરકારી કચેરીઓને નિશાને લીધી હતી. આ ઘટનાની નિંદા કરતા અરુણાચલના સીએમ પેમા ખાંડુએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને વાતચીતનો માર્ગ પસંદ કરવા આગ્રહ કર્યો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક