• રવિવાર, 28 જૂન, 2026

સરકારની ગાઝા નીતિ સામે સોનિયાનો સવાલ

ભાજપે કહ્યું, વિદેશનીતિનાં બદલે વોટબેન્કની રાજનીતિ

નવી દિલ્હી, તા.27: કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ ગાઝા મુદ્દે સરકારનાં મૌન ઉપર ફરી એકવાર સવાલ ઉભો કરવામાં આવે છે. તેમણે એક લેખમાં કહ્યું હતું કે, ભારત પેલેસ્ટાઈનીઓનાં અધિકારો ઉપર પોતાનાં જૂના અભિગમને બદલે ઈઝરાયલ સાથે નજીકનાં સંબંધોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તેમણે દેશની ગાઝા નીતિને વ્યાપક વિદેશ નીતિ સાથે જોડી હતી અને સરકાર સામે નીતિ બદલવાનો આરોપ લગાવ્યો હતો.

સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી ઉપર લોકોને ગેરમાર્ગે દોરવા અને વિદેશનીતિ કરતાં મતબેન્કને વધુ મહત્વ આપવાનો આક્ષેપ કર્યો હતો. સોનિયા ગાંધીએ પોતાનાં લેખમાં યુનોનાં સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ આયોગનાં રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, ઈઝરાયલે પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ નરસંહાર કર્યો છે. તેમણે આ પ્રકારનાં ઘર્ષણથી થતાં માનવીય નુકસાન ઉપર ભાર મૂક્યો હતો. ગાઝામાં ઈઝરાયલનાં આક્રમણમાં 20 હજારથી વધુ બાળકો મૃત્યુ પામ્યા હતાં અને 44 હજારથી વધુ ઘવાયા હતાં. સોનિયાએ આગળ કહ્યું હતું કે, ભારતમાં આમા મૌનનો એકમાત્ર અવાજ બની ગયો છે અને આ નિક્રીયતા માત્ર નૈતિક રીતે નિંદનીય નથી બલ્કે રાષ્ટ્રીય હિતની નજરે પણ સમજથી પર છે. ઐતિહાસિક રીતે ભારત પેલેસ્ટાઈનનું સહયોગી રહ્યું છે અને આ વલણ ચાતરવાથી દેશની વૈશ્વિક છબિને નુકસાનનો ખતરો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક