જૂનાગઢ
તા.25 : વિસાવદર તાલુકાના ઘોડાસણ ગામે એલએન્ડટી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી ચાર દિવસ
પહેલા 8.32 લાખની કિંમતની 111 સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલવામાં વિસાવદર પોલીસને
સફળતા મળી છે. કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત પાંચ શખ્સોને મુદામાલ સાથે ઝડપી લઇ તપાસ
હાથ ધરી છે.
ઘોડાસણ
ગામે એલએન્ડટી કંપની દ્વારા 250થી 300 વીઘામાં સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે.
આ પ્લાન્ટમાંથી ચાર દિવસ પહેલા કોઈ તસ્કરો 111 સોલાર પ્લેટની ચોરી કરી લઈ ગયાની સિક્યુરિટી
ઓફિસરે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ વિસાવદરના પીઆઇએ
બે ટીમો બનાવી હતી. પોલીસે આ ચોરીમાં જુનાગઢના સુધીર ઉર્ફે રવિ ભીખા પરમાર સંડોવાયેલ
હોય અને ચોરાઉ પ્લેટો તેના કબજામાં હોવાની બાતમીના આધારે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ
કરતા ચોરીનો ભેદ ઉકેલાવ્યો હતો.
આ તસ્કરે
કબૂલ્યું હતું કે કંપનીના સિક્યુરિટી ગાર્ડ રાજવીર ભગુ ચાક તથા રોહિત મનુ વિકમા તથા
ઉદય જગુ બોરીચા ઘોડાસણની મદદથી પ્લેટોની ચોરી કરી હતી અને જૂનાગઢના વેપારી નીલ સંજય
વડેરાને વેચી હોવાની કબૂલાત આપતા પોલીસે વેપારીના ગોડાઉનમાંથી મુદામાલ કબજે કરી પાંચેય
શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.