રાજ્યસભામાં
મંજૂરી મળતા વર્ષ 2026-27નું બજેટ થઈ જશે લાગુ
નવીદિલ્હી,તા.2પ:
લાંબી ચર્ચાનાં અંતે આજે લોકસભામાં નાણા ખરડો-2026 પસાર કર્યો હતો. આમાં 32 સરકારી
સુધારા પણ સામેલ છે. આ ખરડો પસાર થવા સાથે સરકારની બજેટની પ્રક્રિયાનું મહત્ત્વનું
ચરણ પૂર્ણ થયું છે. હવે આ વિધેયક રાજ્યસભામાં જશે અને ત્યાંથી મંજૂરી મળી જતાં વર્ષ
2026-27 માટે બજેટ લાગુ થઈ જશે.
કેન્દ્રીય
બજેટમાં કુલ પ3.47 લાખ ખરોડ રૂપિયાનાં ખર્ચનું અનુમાન છે. જે 31 માર્ચે પૂર્ણ થતાં
ચાલુ નાણાકીય વર્ષની તુલનામાં 7.7 ટકા જેટલો
વધુ ખર્ચ છે. આગામી નાણાકીય વર્ષ માટે બજેટમાં પ્રસ્તાવિત કુલ મૂડીગત વ્યય 12.2 લાખ
કરોડ રૂપિયા છે. જેમાં 44.04 લાખ કરોડ રૂપિયાની સમગ્ર કર વસૂલાત અને 17.2 લાખ કરોડ
રૂપિયાની કુલ ઉધારીનો પ્રસ્તાવ છે. આગામી નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધ જીડીપીનાં
4.3 ટકા રહેવાનું અનુમાન છે. જે ચાલુ નાણાકીય વર્ષની 4.4 ટકા ખાધ કરતાં અંશત: ઓછી છે.