કેન્દ્રની જાહેરાત: તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી જથ્થો મેળવી શકશે
નવી
દિલ્હી, તા.20: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે
દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને
એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે.
બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ
પણ રદ કર્યા છે.
ખાદ્ય
અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ડ’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી
છે. એપ્રિલ 2026માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે
આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી
નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જો કે સરકારે આ રીતે એકસાથે અનાજ આપવા પાછળનું
કોઇ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યુ નથી.
સરકારે
સંસદમાં માહિતી આપી હતી કે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રેશનકાર્ડ
રદ કરવામાં આવ્યા છે.