• સોમવાર, 09 માર્ચ, 2026

પાક. જવાનોએ કર્યો વેશ પલટો !

પઠાણી સૂટમાં સોલ નીચે છૂપાવ્યા હથિયાર : સરહદે આખી રાત ફાયરિંગ

શ્રીનગર, તા.ર6 : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતના આક્રમક પ્રતિકારથી પાકિસ્તાની સૈન્યમાં ભયનો માહોલ છવાયો છે. કાશ્મીરના પૂંછમાં સરહદે પઠાણી સૂટમાં હથિયારધારી પાકિસ્તાની સૈનિકો જોવા

મળ્યા છે.

એલઓસીની તસ્વીરો સામે આવી છે. જેમાં પાકિસ્તાનના કોટલી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પાકિસ્તાની જવાનો પેટ્રોલિંગ કરતાં દેખાય છે. તેઓ પોતાના હથિયારને સોલ નીચે છૂપાવીને ફરતાં હતા. જાણકારો અનુસાર પાકિસ્તાનની આ ખંધી ચાલ છે. ભારત હુમલો કરે તો સિવિલિયનોને નિશાન બનાવાયાની કાગારોળ મચાવી શકે એટલે પોતાના સૈનિકોને આર્મીના પોશાકને બદલે પઠાણી સૂટમાં સિવિલિયનો વચ્ચે ભેળવી દીધા છે.

પાક. તરફ એટલો ગભરાટ છવાયેલો છે કે શુક્રવારે આખી રાત એલઓસી પર ફાયરિંગ કર્યુ હતું. જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. સૈન્ય સૂત્રો અનુસાર પાકિસ્તાની સૈન્યએ સીઝ ફાયરનો ભંગ કરતાં રપ-ર6 તારીખની રાત્રે એલઓસી પર અનેક ચોકીઓને નિશાન બનાવી નાના હથિયારોથી ફાયરિંગ કર્યુ હતું. ભારતીય જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યુ હતુ. બન્ને તરફ કોઈ જાનહાની કે નુકસાન થયાના અહેવાલ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

બગવદર કિંદરખેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, યુવક સહિત ત્રણ ઘાયલ March 09, Mon, 2026