2.30 લાખ હસ્તાક્ષરો સાથે પીએમને મળવાની માગ
નવી
દિલ્હી, તા.4: ઇથેનોલ મિશ્રિત ઈ20 પેટ્રોલના
અમલીકરણને લઈને દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો. આમ આદમી પાર્ટી દ્વારા ઈ20 પેટ્રોલના વિરોધમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાન
તરફ કૂચ કરવામાં આવી હતી. જોકે, દિલ્હી પોલીસે ફિરોઝશાહ રોડ પર કાફલાને રોકી દેતા પૂર્વ
મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરાવિંદ કેજરીવાલ પોતાના સાથી નેતાઓ અને કાર્યકરો
સાથે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા.
કેજરીવાલ
સાથે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ તેમજ મોટી સંખ્યામાં
પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા. પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના કારણોસર કાફલાને
આગળ વધવાની મંજૂરી આપી નહોતી. ત્યારબાદ વિરોધ પ્રદર્શન ધરણામાં ફેરવાયું હતું.
આમ
આદમી પાર્ટીનો આરોપ છે કે સમગ્ર દેશમાં ઈ20 પેટ્રોલને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લાખો
વાહનચાલકો અને સામાન્ય નાગરિકો પર વધારાનો આર્થિક બોજ ઊભો કરશે. પક્ષનું કહેવું છે
કે ખાસ કરીને જૂના વાહનો પર ઈ20 ઇંધણની અસર અંગે લોકોમાં ગંભીર ચિંતા છે અને સરકારે
આ મુદ્દે પૂરતી ચર્ચા કર્યા વિના નિર્ણય લીધો છે.
ધરણા
દરમિયાન અરાવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેઓ 2.30 લાખથી વધુ લોકોના હસ્તાક્ષરવાળી
અરજી લઈને પ્રધાનમંત્રીને મળવા આવ્યા હતા.