• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

ધ્રાંગધ્રાના ચુલી નજીક તારંગા ધામમાં પત્નીની હત્યા કરી પૂજારીનો આપઘાત

ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબધ

ધ્રાંગધ્રા, તા.5 : ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં બપોર ના સમયે એક કરુણ અને ચકચારભરી ઘટના સામે આવી હતી મંદિર પરિસરમાં આવેલા પૂજારીના નિવાસસ્થાનમાંથી મૂળ છોટા ઉદેપુરના રહેવાસી એવા પૂજારી પરવીન ભાઈ રાઠવા (ઉં.વ.37)  અને તેમની પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા (ઉં.વ.35) નો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં પૂજારીની પત્નીના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે પૂજારીએ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એન. એચ. ચુડાસમા, એએસઆઇ હિતુભા, કરસનભાઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે સમગ્ર વિસ્તારનો કબજો મેળવી સ્થળની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી  પોલીસના પ્રાથમિક તારણ મુજબ, પૂજારીએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક