• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

લુસાને ડાયમંડ લીગમાં નિરજ સામે કઠિન પડકાર

નવી દિલ્હી, તા.4 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઇજામાંથી વાપસી કરી રજત ચંદ્રક જીતનાર ભારતનો સ્ટાર એથ્લેટ ભાલ ફેંક ખેલાડી નિરજ ચોપરા 21 ઓગસ્ટે લુસાને ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલના ટાર્ગેટ સાથે ઉતરશે. નિરજ સામે સૌથી મોટો પડકાર શ્રીલંકાના ખેલાડી રૂમેશ પથિરાગેનો હશે. જેણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નિરજને પાછળ રાખી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. લુસાને ડાયમંડ લીગમાં ઓલિમ્પિક ચેમ્પિયન પાક.નો અરશદ નદીમ, વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ત્રિનિદાદ એન્ડ ટોબેગોને ખેલાડી કેશોર્ન વાલકાટ અને પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનેડાનો એન્ટરસન પીટર્સ પણ જ્વેલિયન થ્રોની સ્પર્ધામાં ઉતરવાના છે. આ ઉપરાંત ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ઝેક ગણરાજ્યના યાકૂબ વાલેશ, જર્મનીના જુલિયન વેબર, સ્વિત્ઝરલેન્ડના સિમોન વીલેન્ડ અને કુર્ટિસ થોમ્પસન પર પણ નજર રહેશે. નિરજ ચોપરા સામે ગ્લાસગો કોમનવેલ્થ કરતા લુસાને ડાયમંડ લીગમાં વધુ કઠિન પડકાર રહેશે. શ્રીલંકાના રુમેશ પથિરાગેએ કોમનવેલ્થ ગેમ્સમાં 89.7પ મીટરનો થ્રો કરી પહેલાં સ્થાને અને નિરજ 8પ.83 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા હતા. રુમેશ જૂનમાં 92.62 મીટરનો સીઝનનો બેસ્ટ થ્રો કરી ચૂક્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક