• મંગળવાર, 18 જૂન, 2024

અપહરણ કરી માર માર્યાનો વીડિયો વાયરલ કરનાર સામે તળાજા પોલીસે લાલ આંખ કરી જૂનાગઢ ફેઇમ વીડિયો બનાવવાના ઘેરા પડઘા પડે તે પહેલાં જ એક્શન

(ફૂલછાબ ન્યૂઝ)

તળાજા, તા.9 : તળાજાનાં દેવલી અને કામરોલ ગામે રહેતા બે યુવાનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં અન્યના ડખ્ખામાં કામરોલના યુવકનું અપહરણ કરી વૃક્ષ સાથે બાંધીને માર માર્યા હોવાનું સાથે અપશબ્દો બોલતા હોય તેવો વીડિયો વાયરલ કરેલ. સમાજમાં દહેશત ફેલાવતો વીડિયો માનીને તળાજા પોલીસે બન્ને વ્યક્તિને ઉઠાવી લીધા હતા. લાલ આંખ કરતા બન્નેએ માફીપત્રો લખી આપ્યા હતા.

 જૂનાગઢના બનાવની માફક યુવકનું અપહરણ અને માર મારવાની ઘટના, ઉતારવામાં આવેલ વીડિયોને લઈ રાજ્યમાં પડેલા ઘેરા પડઘામાંથી શીખ લીધી હોય, તેમ બનાવને લઈ પો.ઇ. સુનેસરાએ જણાવ્યું હતું કે, દેવલી ગામનો લાલા અજમલ વાઘેલા તથા કામરોલ ગામનો પપ્પુ ભાકા પરમાર. આ બે વ્યક્તિ જેમાં દેવલીના લાલાએ પપ્પુનું અપહરણ કરી ઝાડ સાથે બાંધીને માર માર્યો હોય અને તે પણ અન્યના ડખ્ખામાં, તેવો વીડિયો બનાવ્યો હતો. એ વીડિયો બાબતે તળાજા પોલીસને જાણ થતાં જ હેડ.કો. એમ. એ. ગોહિલ સહિતના સ્ટાફે ગણતરીની મિનિટોમાં જ બન્નેને ઝડપી લઈ પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસે કરેલ લાલ આંખને લઈ બન્નેને પોતાની ભૂલ સમજતા માફી પત્ર લખી આપ્યા હતા. સમાજમાં દહેશત ફેલાતો વીડિયો વાયરલ કરવા બદલ પોલીસે ત્રીજું લોચન ખોલવાની સાથે ત્વરિત પગલાં લીધાં હતાં. આ પ્રકારના બનાવ જાણમાં આવે તો ત્વરિત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક