• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઉપલેટા પંથકમાં સગી પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની ધરપકડ નરાધમની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી કરાઈ

ધોરાજી, તા.ર: ઉપલેટા તાલુકાનાં એક ગામમાં રહેતી માતા વિહોણી માસુમ પુત્રી સાથે છ માસથી દુષ્કર્મ આચરતા નરાધમ પિતાનો ભાંડો ફૂટતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે નરાધમ પિતા સામે ગુનો નોંધી ધરપકડ કરી તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, ઉપલેટા તાલુકાનાં એક ગામમાં રહેતા પરિવારની માતા વિહોણી પુત્રી સાથે સગા પિતા દ્વારા છ માસથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું. દરમિયાન સમગ્ર ઘટનાની સગીર બાળાની દાદીમાને જાણ થતાં નરાધમ પુત્રની કામ વાસનાનો પર્દાફાશ થયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે નરાધમ પિતા સામે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે નરાધમ પિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવના પગલે સમગ્ર પંથકમાં નરાધમ પિતા સામે રોષ વ્યાપી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

Budget 2024 LIVE