• રવિવાર, 06 જુલાઈ, 2025

અમરનાથ યાત્રા : 12000 તીર્થયાત્રીએ કર્યા દર્શન ગુફા ખાતે પહેલા દિવસથી જ ભારે ભીડ : સજ્જડ સુરક્ષા

શ્રીનગર, તા.4 : સજ્જડ સુરક્ષા અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે અમરનાથ યાત્રાની ગુરુવારથી શરૂઆત થઈ. પહેલા દિવસે 1ર હજાર ભાવિકો બરફથી બનેલા પવિત્ર શિવલિંગના દર્શન કરી ધન્ય થયા હતા. અધિકારીઓ અનુસાર પહેલા દિવસે અમરનાથ ગુફામાં 1ર348 તીર્થયાત્રીઓએ 3880 મીટર ઉંચી ગુફા સ્થિત મંદિરમાં દર્શન અને પૂજા-પાઠ કર્યા હતા. પહેલા દિવસે 9181 પુરુષ, રરર3

મહિલા, 99 બાળક, 7 સાધ્વી, 1રર સાધુ અને 8 ટ્રાન્સજેન્ડરે દર્શન કર્યા હતા. સ્થાનિક પ્રશાસનને પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે તેવો અંદાજ ન હતો. આ વર્ષે રર એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ અમરનાથ યાત્રા પર તેની  અસર જોવા મળશે તેવી આશંકા હતી પરંતુ પહેલા દિસથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી છે.

ગુરુવારે સવારથી અમરનાથ યાત્રા પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ રુટ અને 14 કિમી લાંબા બાલટાલ રુટ પર શરૂ થઈ હતી. બન્ને રુટના બેઝથી વહેલી સવારે તીર્થયાત્રીઓએ ગુફા તરફ કૂચ કરી હતી. તીર્થયાત્રીઓ ઉત્સાહિત છે અને જરૂરી વ્યવસ્થા તથા સુરક્ષાને બિરદાવી હતી. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝથી પ89ર તીર્થયાત્રીને યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક