• રવિવાર, 06 જુલાઈ, 2025

વિન્ડિઝ પેસ બેટરી સામે ઓસ્ટ્રેલિયા 286 રને ઓલઆઉટ કેરી અને વેબસ્ટરની અર્ધસદી : અલ્જારી જોસેફની 4 વિકેટ

સેંટ જોર્જ (ગ્રેનેડા), તા.4: વેસ્ટ ઇન્ડિઝની ઝડપી બોલિંગ સામે ફરી એકવાર મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ નતમસ્તક થઇ છે. બીજા ટેસ્ટના ગઇકાલે વરસાદ બાધિત પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ 66.પ ઓવરમાં 286 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ હતી.

ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાનો પ્રારંભ નબળો રહ્યો હતો. ટોપ ઓર્ડરના બેટર્સ ઉસ્માન ખ્વાઝા, 16, સેમ કોન્ટાસ 2પ, કેમરૂન ગ્રીન 26, સ્ટીવન સ્મિથ 3 અને ટ્રેવિસ હેડ 29 રન આઉટ થયા હતા. આ પછી વિકેટકીપર એલેકસ કેરી અને ઓલરાઉન્ડર બો વેબસ્ટર વચ્ચે છઠ્ઠી વિકેટમાં 112 રનની ભાગીદારી થઇ હતી. વેબસ્ટરે 11પ દડામાં 6 ચોક્કા-1 છક્કાથી 60 અને કેરીએ 81 દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 63 રન કર્યાં હતા. કપ્તાન કમિન્સ 17 રને, મિચેલ સ્ટાર્ક 6 અને નાથન લિયોન 11 રને આઉટ થયા હતા. હેઝલવૂડ 10 રને નોટઆઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 286 રને સમાપ્ત થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી અલ્જારી જોસેફે 4 અને જાયડન સિલ્સે 2 વિકેટ લીધી હતી.

પહેલા દિવસની રમત દરમિયાન ઉસ્માન ખ્વાઝાએ ટેસ્ટ કેરિયરના 6000 રન પૂરા કર્યાં હતા. તેણે આ ઉપલબ્ધિ 83મા ટેસ્ટમાં હાંસલ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક