ધમકી
આપી, કાર સળગાવી દીધાની વેપારી સહિત ચાર સામે વળતી ફરિયાદ
રાજકોટ
તા.2: સરધાર ગામે ભૂપગઢ ચોકડી પાસે મોમાઈ ટાયર્સ
નામે દુકાન ધરાવતા મયુરભાઈ વસોયા ગત 26 તારીખે પોતાની દુકાને હતા ત્યારે આટકોટના સિકંદર
જુમ્માભાઈ સાંધ અને તેનો પુત્ર અર્સદ કારમાં ટાયર નાખવા આવ્યા હતા અને બોલાચાલી કરી
ઝઘડો કરી માર માર્યો હતો વેપારી મયુરભાઈએ બંને સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી
હતી દરમિયાન હુમલાના વિરોધમાં સરધાર ગામ ગત રવિવારે સજ્જડ બંધ રહ્યું હતું આજે પોલીસે
આટકોટ હુશેની ચોકમાં રહેતા હુમલાખોર પિતા-પુત્ર સિકંદર જુમ્માભાઈ સાંધ ઉ.48 અને પુત્ર
અર્સદ ઉ.23ની ધરપકડ કરી હતી આટકોટ રહેતા અને ગેરેજ ચલાવતા સિકંદર
સાંધએ
વેપારી મયુર પટેલ, પંકજ પટેલ અને બે અજાણ્યા સામે આજી ડેમ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી
હતી જેમાં જણાવ્યું હતું કે ગત 26 તારીખે કારમાં ટાયર બદલાવવા ગયા ત્યારે ઉપરોક્ત લોકોએ
ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી કારને ધક્કો મારી કબ્રસ્તાન પાસે
લઇ જઈ સળગાવી દીધાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.