નવી દિલ્હી, તા.4: ટીમ ઇન્ડિયાનો લીમીટેડ ઓવર્સ સિરીઝનો આગામી બાંગલાદેશ પ્રવાસ લગભગ મુલતવી રહેશે. ભારત અને બાંગલાદેશ વચ્ચે હાલ રાજકીય તનાવ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે સુરક્ષા કારણોસર બીસીસીઆઇને બાંગલાદેશ પ્રવાસે ટીમ ન મોકલાવાની સલાહ આપી છે.
ખેલ
મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે હાલ બાંગલાદેશની રાજકીય સ્થિતિ સ્થિર નથી. કૂટનીતિક
ગતિરોધ ચાલી રહ્યો છે. આથી બીસીસીઆઇને સલાહ અપાઇ છે કે આ પ્રવાસ માટે હાલ આગળ વધો નહીં.
જો કે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત બીસીસીઆઇ તરફથી થઇ નથી.
ભારત
અને બાંગલાદેશ વચ્ચે 17 ઓગસ્ટથી વન ડે અને ટી-20 શ્રેણી શરૂ થવાનો નિર્ધારિત કાર્યક્રમ
છે. વન ડેમાં શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા હિસ્સો બનવાના હતા, પણ હવે સરકારને
માર્ગદર્શિકા અનુસાર આ શ્રેણી લગભગ મુલતવી રહેશે.