બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીય દળો કામે લાગી ગયા છે. કોંગ્રેસે એલાન કર્યુ છે કે રાજયમાં તે પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે તેના કવર પર રાહુલ ગાંધીની તસવીર હશે. કવર પર યોજનાઓના લખાણ હશે. શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશકુમારે રાજયની નીતિશ સરકારને ઘેરતાં પાર્ટીના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ બિહારમાં પ લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે. જેના કવર પર રાહુલ ગાંધીની તસવીર છે. ભાજપે સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના પ્રવકતા પ્રદીપ ભંડારીએ કહ્યંy કે સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર મહિલાઓનું અપમાન છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ અને આરજેડીને સબક શીખવશે.