પોરબંદર-સલાયા-ગિરનાર -2, મહુવા- 1.75, ઉમરાળા-રાણાવાવ- ચોરવાડ-કુકસવાડા- 1.5, વિસાવદર-મેંદરડા-વલ્લભીપુર-દ્વારકા-રાજકોટ 1, જૂનાગઢ- 0.75, ભાવનગર-સિહોર-તળાજા-જેસર-વંથલી-ભેંસાણ-કેશોદ-ગારીયાધાર-માળિયા હાટીના-ભાણવડ 0.5 ઇંચ વરસાદ
વાવણી
બાદ ધીમી ધારે વરસાદ વરસતા ખેતી પાકને ફાયદો, ખેડૂતોમાં આનંદની લાગણી
રાજકોટ
તા.4: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહયા છે. આખો દિવસ
વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમુક જગ્યાએ ક્યારેક ધોધમાર વરસાદ પણ
વરસી ગયો હતો. આજે લખતર 3.75, ચિત્તલ-કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં
પાણી ભરાયા હતા. આ ઉપરાંત ાઁરબંદર-સલાયા-ગિરનાર 2, મહુવા 1.75, ઉમરાળા-રાણાવાવ-ચોરવાડ-કુકસવાડા
1.5, વિસાવદર-મેંદરડા- વલ્લભીપુર-દ્વારકા-રાજકોટ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને
વાવણી બાદ ધીમીધારે વરસાદ વરસતા ખેતીપાકને ફાયદો થતા ખેડૂતવર્ગમાં ‰ાંદની લાગણી જોવા
મળી રહી છે. તો સતત વરસાદના કારણે રસ્તાઓ પર કાદવ-કીચડ પથરાયા છે અને માર્ગો ખાડામાં
ફેરવાઇ ગયા હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે.
લખતર:
આજે બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધીમાં મેઘરાજા મનમૂકીને વરસતા પોણા ચાર ઇંચ વરસાદ વરસી
ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
પોરબંદર
: શહેર અને જિલ્લમાં સાર્વત્રિક બે ઇંચ જેટલો વરસાદ વરસ્યોહતો. સતત વરસી રહેલા વરસાદના
કારણે અનકે વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે સાંજે છ વાગ્યા સુધીમાં પોરબંદરમાં બે અને
રાણાવાવમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
કુકસવાડા:
છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
હતો તેમજ આજુબાજુના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો.
ભાવનગર:
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના મહુવા અને ઉમરાળામાં
પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે .જ્યારે વલભીપુરમાં એક ઈચ, ભાવનગર શહેર, સિહોર, ગારીયાધાર,
તળાજામાં તથા જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
ખંભાળિયા:
વરસાદી માહોલ વચ્ચે ખંભાળિયામાં 8મીમી, કલ્યાણપુરમાં 76મીમી, ભાણવડમાં 15મીમી અને દ્વારકામાં
24મીમી વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ:
શહેર અને જિલ્લામાં મેઘરાજાની મહેર આજ સવરાથી ઝરમર સ્વરુપે ચાલુ રહેતા સાંજ સુધીમાં
ગિરનારમાં બે, વિસાવદર અને મેંદરડામાં એક-એક ઇંચ ઉપરાંત જૂનાગઢમાં પોણો ઇંચ, વંથલી-ભેંસાણ
અને કેશોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં ધીમીધારે સતત વરસાદ વરસતા રસ્તાઓ
પર કાદવ-કીચડ પથરાયા છે અને જાહેર માર્ગો ખાડામાં ફેરવાઇ રહ્યા છે.
ગારીયાધાર
: શહેર અને પંથકમાં આજે બપોરે 3 વાગ્યાના અરસામાં એકાએક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ
હતી જે હળવા ભારે વરસાદી ઝાપટાઓમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. વરસાદના પગલે
ગારીયાધાર શહેરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા હતા. પંથકના મોટીવાવડી, સુખપર અને જાળીયા
ગામે 1 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.
તળાજા:
પંથકમા છેલ્લા પંદર દિવસથી સતત ધાબળિયું વાતાવરણ રહે છે.ગત માસની 16 તારીખે એકી સાથે
6 ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજનો મળી સરકારી ચોપડે 223 મીમી નોંધાયો છે. વરસાદી માહોલને
લઈ ખેડૂતો અને ખેત મજૂરો બંનેની અસમંજસ ભરી સ્થિતિને લઈ મુશ્કેલીમા મુકાયા છે. આજે
11 મીમી વરસાદ નોંધાયો હતો. લગભગ દરરોજ ઝરમર વરસાદના પગલે શેરી, મહોલ્લા અને રસ્તાઓ
ભીના રહે છે. જેને લઈ મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યોછે. આવા વાતવરણને લઈ આગામી સમયમાં રોગચાળાની
દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
ચિત્તલ:
વાવણી પછી લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે બપોરે 12થી 3 સુધીમાં વીજળીના કડાકા ભડાકા સાથે
ધોધમાર 3 ઇંચ વરસાદ વરસ્યો હતો.
માળિયા
હાટીના: સવારથી બપોર સુધીમાં ધીમીધારે 15 મીમી વરસાદ વરસ્યો હતો.
ઉમરાળા:
બપોરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને સાંજે ચાર વાગ્યા સુધીમાં 39 મીમી વરસાદ
નોંધાયો હતો. સીઝનનો વરસાદ 55 મીમી થયો છે.
સલાયા:
સવારથી વરસાદી માહોલ વચ્ચે બપોરે ધોધમાર અઢી કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા બજારોમાં પાણી
વહેતા થયા હતા. ધનસેર, નગર ગેટ, મદની ચોક સહિતના અનેક વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી
ભરાયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી.
સુરેન્દ્રનગર: લીંબડી, સાયલા, દસાડા, લખતર, મુળી, ચોટીલા અને થાનમાં
અડધાથી લઇને એક ઈંચ વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આસપાસના બાળા,
લટુડા, મેમકા, ખોલડીયાદ, માળોદ, ઝાંપોદર, બાકરથળી સહિતના અનેક ગામોમાં ગાજવીજ અને વિજળીના
કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
વીછીંયા:
રાણપુરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
છે. વરસાદે વિરામ લીધાને 12 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હનુમંતપૂરી, કૃષ્ણનગર,
અને મદની નગર સહિતના વિસ્તારોમાં હજુ પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે, જેના કારણે
સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે પણ કમર સુધી પાણી ભરાઈ જવાના
કારણે અનેક ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે, જેનાથી ઘરવખરીને નુકસાન થયું છે અને લોકોની
દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ છે. સ્થાનિક રહીશો દ્વારા આ પાણી ભરાવાની સમસ્યાના કાયમી
ઉકેલ માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં સમસ્યા યથાવત રહેલી
છે. આ બાબતે ઇન્ચાર્જ મામલતદાર બી.જે દાયમાએ જણાવ્યું હતું કે ઉપરવાસમાં વધુ વરસાદ
હોવાના કારણે અને નોલી, નાગડકા, ધારપીપળા, કેરીયા ગામોના વાડી વિસ્તારના પાણી રાણપુરમાં
આવતા આ પરિસ્થિતિ સર્જાય છે તાત્કાલિક ધોરણે જે દબાણ કરવામાં આવ્યા છે તે દૂર કરવામાં
આવશે.
બોટાદ:
જિલ્લાના બરવાળા તાલુકાનું વહિયા ગામ હિરણ નદીમાં પૂર આવતાં ફરી એકવાર સંપર્ક વિહોણું
બન્યું છે. બરવાળા અને રાણપુર તાલુકામાં થયેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર
આવતા ગામનો મુખ્ય માર્ગ બંધ થતાં ગામ સંપર્ક વિહોણું બન્યું જેનાથી ગ્રામજનો ભારે હાલાકી
ભોગવી રહ્યા છે. વહિયા ગામ માટે આ કોઈ નવી સમસ્યા નથી. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન
હિરણ નદીમાં પૂર આવતાની સાથે જ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. આ કારણે કટોકટીના સમયે,
ખાસ કરીને તબીબી કટોકટીમાં, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં કે વિદ્યાર્થીઓને શાળાએ
જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામના લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ
માટે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆતો કરી છે. નદી પર એક મોટા પુલના નિર્માણની માંગણી
પણ કરવામાં આવી છે, જેથી પૂરની સ્થિતિમાં પણ ગામનો સંપર્ક જળવાઈ રહે. જોકે, અનેક રજૂઆતો
છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ : પલસાણામાં 3.5
અને વાપીમાં 3 ઈંચ
સુરત
તા. 4: દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી
સહિતના જિલ્લાઓમાં છેલ્લા દસ દિવસથી મેઘમહેર યથાવત્ છે. હવામાન વિભાગનુ માનીએ તો આગામી
સપ્તાહે પણ વરસાદનુ જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા
નીર આવ્યા છે. જો કે હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારો માં ભરાયેલા પાણી ન ઓસરતા લોકોએ
હાલાકી ભોગવવી પડી રહી છે.
હવામાન
વિભાગના આજે વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડા મુજબ સુરત જિલ્લાના
ઓલપાડમાં 25 મીમી, માંગરોળમાં 17 મીમી, કામરેજમાં 14 મીમી, ચોર્યાસીમાં 33 મીમી, પલસાણા
89 મીમી, બારડોલીમાં 44 મીમી, મહુવામાં 40 મીમી અને સુરત સિટીમાં 40 મીમી વરસાદ નોંધાયો
છે તેમજ વલસાડ જિલ્લાના ધરમપુરમાં 38 મીમી, પારડીમાં 48 મીમી, કપરાડામાં 26 મીમી, ઉમરગામ
20 મીમી, વાપીમાં 72 મીમી અને વલસાડ સિટીમાં 70 મીમી વરસાદ નોંધાયો છે તેમજ તાપી જિલ્લાના
વાલોડમાં 17 મીમી, સોનગઢમાં 19 મીમી, વ્યારામાં 38 મીમી, ડોલવણમાં 18 મીમી વરસાદ નોંધાયો
છે તથા નવસારી જિલ્લાના ખેરગામમાં 53, ચીખલીમાં 30.5 મીમી, જલાલપોરમાં 21 મીમી, વાંસદામાં
23 મીમી, ગણદેવીમાં 18 મીમી અને નવસારી સિટીમાં 36 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત ડાંગ
જિલ્લાના આહવા તાલુકામાં 17 મીમી, સાપુતારામાં 17 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની
જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી 320.41 છે તેમજ ઈન ફ્લો 800 ક્યૂસેક અને આઉટ ફ્લો
800 ક્યુસેક છે.