જેતપુરનો
શખસ ખંડણી, ઠગાઇના ગુનામાં ઉત્તરાખંડથી પકડાયો હતો
ગોંડલ,
તા.2: ગોંડલનાં જાહેર જીવનના આગેવાનોનો તથા તેનારિવારની મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણીઓનો
વિડીયો વાયરલ કરનાર ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની રૂરલ એલસીબીએ પાસા હેઠળ અટકાયત
કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે. બન્ની ગજેરાએ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ
જાડેજા તેના પુત્ર ગણેશભાઇ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા વિષે અભદ્ર ટિપ્પણીઓ સાથે વિડીયો વાયરલ
કર્યા હતા. ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર તથા ઉપપ્રમુખ વિશાલભાઇ ખુંટ સામે
મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધનાં આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યા હતા. જેતપુરનાં
સાડીનાં કારખાનેદાર અતુલભાઇ મવાણી પાસેથી વિડીયો વાયરલ બંધ કરવા 11 લાખની ખંડણી માંગી
હતી.
બન્ની
સામે ગોંડલ તાલુકા, સીટી પોલીસ, સુલતાનપુર પોલીસ તથા જેતપુર પોલીસમાં અલગ અલગ ગુના
નોંધાયા હતા. ઉપલેટા પોલીસમાં એટ્રોસિટી અંગે ફરિયાદ થઇ હતી. પાસા હેઠળની દરખાસ્ત જિલ્લા
કલેકટર ઓમપ્રકાશને મોકલતા તેના દ્વારા દરખાસ્ત મંજુર કરાતા બન્ની ગોરધનભાઇ ગજેરા રહે.
મોટા ગુંદાળા તા. જેતપુરને એલસીબી પીઆઇ ઓડેદરા, પીએસઆઇ ગોહિલ તથા ટીમે ઝડપી લઇ વડોદરા
મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.